અમિત શાહનો કટાક્ષ - અમારા માટે OROPનો મતલબ વન રેંક વન પેન્શન, કૉંગ્રેસ માટે 'Only Rahul, Only Priyanka'
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે પોતાના બહેન પ્રિયંકા ગાંધીને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના આવા પગલાં બાદ અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે ટિપ્પણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહે હિમાચલ પ્રદેશમાં જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉના ખાતે રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, કેન્દ્રની ભાજપ સરકાર બન્યાના એક જ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રમાણે 'વન રેન્ક વન પેન્શન' લાગૂ કર્યું હતું. મોદીજીએ આપણા જવાનોને OROP આપ્યું હતું. કોંગ્રેસે આપણને 'ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા' આપ્યું છે.
ઉના: રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને લઈને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. અમિત શાહે કહ્યું, મોદી સરકાર માટે OROP નો મતલબ વન રેંક વન પેન્શન છે. પરંતુ કૉંગ્રેસ માટે તેનો મતલબ 'Only Rahul, Only Priyanka' છે. અમિત શાહે કહ્યું, હિમાચલમાં પાંચ વર્ષ કૉંગ્રેસની સરકારમાં રાજા, રાણી અને રાજકુમાર સિવાય બીજા કોઈને સ્થાન નહોતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -