ટ્રીપલ તલાકની કાયદેસરતા અંગે 11મી મેના રોજ SCની બંધારણીય બેન્ચ હાથ ધરશે સુનાવણી
અગાઉની સુનાવણીઓમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, ત્રણ તલાક અંગેના કાયદાકીય પ્રસ્તાવો પર જ વિચારણા હાથ ધરાશે. આ એક ગંભીર બાબત છે. જેનું કાયદાકીય અર્થઘટન જરૂરી છે. AIMPLB હેઠળના તલાક પર અદાલતો દ્વારા નજર રાખવામાં આવશે કે નહીં, તે અંગે કોર્ટ કોઈ નિર્ણય નહીં લે. અરજદારોની માંગ છે કે, ટ્રીપલ તલાક તથા બહુપત્નીત્વ એ મૂળભૂત અધિકારના ભંગ સમાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ સુપ્રીમ કોર્ટમાં હતું કે, ત્રણ તલાક, નિકાહ હલાલા તથા બહુપત્નીત્વની પ્રથાને પડકારતી અરજીઓ પર વિચાર ન કરી શકાય. કારણ કે આ બાબતો કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી આવતી. AIMPLBનું કહેવું છે કે, તલાક મુસ્લિમ ધર્મની આંતરિક બાબત છે. તેને મૌલિક અધિકાર હેઠળ લાગુ ન કરી શકાય. મુસ્લિમ પર્સનલ લોની અણસમજને કારણે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. બોર્ડનું કહેવું છે કે, બંધારણ હેઠળ તમામ ધર્મોને તેમની આંતરિક બાબતો જાતે નક્કી કરવાનો અધિકાર મળેલો છે.
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટ ત્રણ તલાક તથા બહુપત્નીત્વ સંબંધિત અરજીઓ પર 11મી મેના બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરશે. ગુરૂવારની કાર્યવાહી દરમિયાન બેન્ચે આ મામલો બંધારણીય બેન્ચને સુપ્રત કર્યો હતો. કોર્ટ દ્વારા આ પ્રથાઓની બંધારણીય કાયદેસરતા અંગે ચુકાદો આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -