નોટબંધીના એક વર્ષ બાદ પણ નથી થઈ નોટોની ગણતરી, RTI અનુસાર 71% જ ગણતરી થઈ શકી છે
ભાજપ નોટબંધીના નિર્ણયના દિવસે ઉજવણ કરવાની તૈયારી કરી રહ્યો છે તો બીજી બાજુ કોંગ્રેસે તેની વરસી ઉજવવા માટે કમર કસી લીધી છે. ત્યારેરિઝર્વ બેન્કે કહ્યું હતું કે ‘બેન્કોમાં પાછા આવેલી રૂપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની નોટોને સંપૂર્ણ તત્પરતા સાથે કરન્સી વેરિફિકેશન સિસ્ટમ થકી ચકાસણી થઇ રહી છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRTIના જવાબમાં આરબીઆઈએ જણાવ્યું કે બે પાળીમાં તમામ ઉપલબ્ધ મશીનોમાં નોટોની ગણતરી અને તપાસ ચાલી રહી છે. બેંકે કહ્યું કે, નોટોની ગણતરી અને તપાસ માટે 66 મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગત વર્ષે આઠ નવેમ્બરે વડાપ્રધાને અચાનક રૂપિયા૫૦૦-૧૦૦૦ની નોટોને અમાન્ય જાહેર કરી દીધી હતી. એક આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેન્કે કહ્યું છે કે ‘૩૦ સપ્ટેમ્બર સુધી રૂપિયા ૫૦૦ની ૧,૧૩૪ કરોડની ચલણી નોટોની ચકાસણી પૂરી થઇ ચૂકી છે. એવી જ રીતે રૂપિયા ૧,૦૦૦ની ૫૨૪.૯૦ કરોડની નોટોની ચકાસણી થઇ છે. આ બન્નેની મૂળ કિંમત અનુક્રમે રૂપિયા ૫.૬૭ લાખ કરોડ અને રૂપિયા ૫.૨૪ લાખ કરોડ છે.’
નવી દિલ્હીઃ દેશમાં નોટબંધીને એક વર્ષ વા આવ્યું છે પરંતુ રિઝર્વ બેંક આજે પણ પરત આવેલ નોટોની ગણતરીનું કામ પૂરું કરી શકી નથી. રિઝર્વ બેંકે આરટીઆઆના જવાબમાં આ જાણકારી આપી છે. રિઝર્વ બેંકે કહ્યું કે, 30 સપ્ટેમ્બર સુધી 500 રૂપિયાની 1134 કરોડ નોટ તથા 1000 રૂપિયાની 524.90 કરોડ નોટની ચકાસણી થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -