પોલીસ વાળાઓને 'ઠુલ્લા' કહેવાના મામલે કેજરીવાલને રાહત, કોર્ટે 2017ના કેસને ફગાવી દીધો
કોર્ટનું માનવું છે કે, જે ઇન્ટરવ્યૂમાં કેટલાક શબ્દો પર ફરિયાદકર્તાને આપત્તિ છે તે શબ્દ ફરિયાદકર્તા વિશે નથી બોલાવામાં આવ્યા અને ના તેનાથી એવું કંઇ લાગે છે, અને અરવિંદ કેજરીવાલનું આવું બોલવાથી ફરિયાદકર્તાને કોઇ કહેશે પણ નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટે પોતાના ચૂકાદામાં આદેશ આપતા કહ્યું કે, ફરિયાદકર્તા આ મામલે પીડિત નથી, પહેલી નજરમાં આ શબ્દ માનહાનિ નથી કરતો. એટલા માટે માનહાનિની ફરિયાદ માનવા યોગ્ય નથી. આરોપી કેજરીવાલને આરોપ મુક્ત કરવામાં આવે છે.
નોંધનીય છે કે, જુલાઇ 2017માં એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે 'દિલ્હી પોલીસમાં જો કોઇ ઠુલ્લો લારી-ગલ્લા વાળા પાસે પૈસા માંગે છે તે તેની સામે પણ કેસ થવો જોઇએ, આ બરાબર નથી. આ બાદમાં અજય કુમાર તનેજા નામના એક દિલ્હી પોલીસ કૉન્સ્ટેબલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ કરી દીધી હતી અને કેસ કોર્ટમાં ગયો હતો.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાટિયાલા હાઉસ કોર્ટે મોટી રાહત આપી છે. કેજરીવાલને ગુનાખોરી માનહાનિના કેસમાંથી આરોપ મુક્ત કર્યો છે, જેમાં કેજરીવાલે પોલીસ વાળાઓને ઠુલ્લા કહ્યા હતા. આ અંગે દિલ્હી પોલીસના એક કૉન્સ્ટેબલે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -