ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટે સમયમાં કર્યો ફેરફાર, આ રાજ્યને મળી છૂટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિવાળીના અવસર પર ફાટકડા ફોડવા માટે રાત્રે 8થી 10 કલાકનો સમય નક્કી કર્યો હતો, પરંતુ કોર્ટે હવે પોતાના આ આદેશમાં ફેરફાર કર્યો છે. કોર્ટનું કહેવું છે કે તમિલનાડુ, પુડુચેરી જેવા સ્થળ પર ફટાકડા ફોડવા માટે સમયમાં ફેરફાર થશે પરંતુ આ ગાળો દિવસમાં બે કલાકથી વધારે નહીં હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિવાળી અવસ પર ‘ગ્રીન ફટાકડા’નો ઉપયોગ કરવા માટે કરવામાં આવેલ આદેશ માત્ર દિલ્હી-એનસીઆર માટે હતો, ભારતના તમામ રાજ્યો માટે ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 23 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે, માત્ર લાઈસન્સ ધારક જ ફટાકડા વેચી શકે છે. ફટાકડામાં હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં ન આવે. ઓછા પ્રદૂષણ ધરાવતા ફટાકડા જ ફોડવામાં આવે. દિવાળી પર રાત્રે 9થી 10 કલાક સુધી જ ફટાકડા ફોડવામાં આવશે. ક્રિસમસ અને ન્યૂ યર પર માત્ર 20 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે.
તમિલનાડુ સરકારે અપીલ કરી હતી કે, રાત્રે 8થી 10 કલાકના વચ્ચે ફટાકડા ફોડવાની મંજૂરી આપી ઉપરાંત લોકોને 4-30થી 6-30ની વચ્ચે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે. તેના પર કોર્ટે કહ્યું કે, જો રાજ્ય ઈચ્છે તો, રાજ્ય સરકાર બે કલાકના સમયે સવારે એક કલાક અને સાંજે એક કલાક વહેંચી શકે છે. આ તમિલનાડુ માટે એક વિશેષ છૂટ છે, જ્યાં પારંપરિક રીતે સવારે દિવાળી ઉજવવામાં આવે છે. આ છૂટ અન્ય રાજ્યો પર લાગુ નહીં પડે. ઉત્તર ભારતમાં રાત્રે દિવાળી મનાવવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -