ગુજરાતને અડીને આવેલા કયા ગામમાં કરા સાથે વરસાદ પડ્યો, જમ્મુ કાશ્મીર જેવો થયો માહોલ, જાણો વિગત
મહારાષ્ટ્ર: ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં રવિવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં કરા પડ્યા હતા અને કમોસમી વરસાદ ખાબકડ્યો હતો. જેમાં 2નાં મોત નીપજ્યાં છે. કરાની સાથે જ વરસાદ પડતાં જ જમ્મુ કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો. વિદર્ભના જલના, બીડ, બુલઢાણા, વાશિમ, અમરાવતી અને અકોલા જિલ્લા તથા મરાઠાવાડા વિસ્તારમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા, જેમાં ઘઉં, દ્રાક્ષ અને કાબૂલી ચણાના પાકને નુકસાન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારના જાલના જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. રવિવાર સવારે થયેલાં કમોસમી વરસાદ સાથે કરા પડતાં જાલના નહીં જમ્મુ કાશ્મીર જોવા માહોલ સર્જાયો છે. નજર પડે ત્યાં સુધી બરફની ચાદર જોવા મળી રહી હતી.
અરબી સમુદ્રમાં નિર્માણ થયેલા ઓછા દબાણના કારણે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. આગામી દિવસોમાં મહારાષ્ટ્રના ઉત્તર મહારાષ્ટ્ર, નંદુરબાર, ધુલિયા, જળગાવ જિલ્લામાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
મહારાષ્ટ્રના ખાનદેશ, મરાઠવાડા, વિદર્ભ વિસ્તારના જાલના જિલ્લામા અંબડ, પરતૂર મંઠ્યા ગામડામાં 40 મિનિટ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. મોસંબીના આકારના કરા પડ્યા છે. આ વિસ્તારના ખેતરમાં બરફની ચાદર છવાઈ ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -