દિલ્હી-NCRમાં પ્રદૂષણને લઈને પાડોશી રાજ્યો સાથે કેન્દ્રની આજે મહત્ત્વપૂર્ણ બેઠક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અનિલ માદવ દવેએ પણ સોમવારે એનસીઆર સાથે જોડાયેલા રાજ્યોની બેઠક બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રદૂષણની સ્તિતિ અંગે બે દિવસ પહેલાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેન્દ્ર અને દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. ટ્રિબ્યુનલે નક્કર પગલાં લેવાની ચેતવણી આપતાં ચાર રાજ્યો પાસેથી 8 નવેમ્બર સુધીમાં જવાબ માગ્યો છે.
દિલ્હીનાં લોકોને ઘેરથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. પાંચ દિવસ સુધી તમામ નિર્માણ અને ડિમોલિશનનાં કામો બંધ રહેશે. રસ્તાઓ પણ વેક્યુમ ક્લિનરથી સાફ કરાશે. કૃત્રિમ વરસાદ અંગે પણ વિચારણા થઈ રહી છે. કેજરીવાલે જણાવ્યું હતું કે એકબીજા ઉપર આંગળીઓ ચિંધવા કરતાં આપણે સાથે મળીને ઉકેલ શોધવો પડશે.
દિલ્હીમાં આઠ દિવસથી છવાયેલા ધુમ્મસે રવિવારે પ્રદૂષણના તમામ વિક્રમો તોડી નાખ્યા છે. ખૂબ જોખમી સ્તરે પહોંચી ગયેલા ધુમ્મસ આગળ પ્રદૂષણ માપનારાં મશિનો પણ નબળા પડી રહ્યા છે. વિઝિબિલિટી પણ 200 મિટર સુધી ઘટી ગઈ હતી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેબિનેટની ઇમરજન્સી બેઠક બોલાવીને પ્રદૂષણ ઘટાડવા માટેનાં મોટા નિર્ણયો લીધા હતા. રાજધાની અને ગ્રેટર નોઇડામાં તમામ શાળાઓ 3 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી છેલ્લા કેટલાક દિવસથી ધુમ્મસનો સામનો કરી રહી છે. આ ધુમ્મસ એટલી છે કે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે. દિલ્હી, નોઈડા અને ગાજિયાબાદમાં સ્કૂલ બંધ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આજે કેન્દ્ર સરકાર દિલ્હીના પાડોશી રાજ્યોની સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહી છે. દિલ્હીના ઉપરાજ્યપાલે પણ પ્રદૂષણે લઈને અલગથી બેઠક બોલાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -