પેટ્રૉલ-ડિઝલની ખરીદી કરવા નેપાળ તરફ વળ્યા દાર્જિલિંગના લોકો, જાણો શું છે ત્યાંની કિંમત
શું છે નેપાળમાં પેટ્રૉલ અને ડિઝલની કિંમતઃ--- દિલ્હીમાં 1 લીટર પેટ્રૉલની કિંમત 82 રૂપિયા 72 પૈસા છે અને નેપાળમાં ફક્ત 71 રૂપિયા 56 પૈસા છે, એટલે સીધા 11 રૂપિયા 16 પૈસા સસ્તુ પેટ્રૉલ નેપાળમાં મળી રહ્યુ છે. ભારતમાં ડિઝલની કિંમત 74 રૂપિયાની પાર પહોંચી ગઇ છે પણ નેપાળમાં 1 લીટર ડિઝલ લગભગ 63 રૂપિયામાં મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં સતત વધતી પેટ્રૉલ અને ડિઝલની કિંમતોના કારણે સામાન્ય માણસ પરેશાન થઇ ગયો છે. ભારતની સરખામણીમાં નેપાલમાં પેટ્રૉલ અને ડિઝલ સસ્તું છે, આ કારણે માત્ર પેટ્રૉલ અને ડિઝલની તસ્કરી કરવા માટે દાર્જલિંગ-નેપાલની સરહદ પર વસનારા લોકો નેપાલ તરફ જવા લાગ્યા છે.
નવી દિલ્હીઃ દાર્જલિંગની સીમ નજીક આવેલુ પશુપતિ નગર એ વિસ્તાર છે જ્યાંથી દરરોજ હજારો લોકો ગાડીઓ લઇને સરહદ પાર નેપાળમાં જાય છે. આજકાલ રસ્તાંનો ઉપયોગ ટૂરિસ્ટો માટે ઓછો અને પેટ્રૉલ-ડિઝલની તસ્કરી માટે વધારે થઇ રહ્યો છે.
આવું પહેલીવાર નથી બન્યુ કે લોકો પેટ્રૉલ-ડિઝલની તસ્કરી કરવા માટે નેપાળની સરહદ પાર કરી રહ્યાં છે. અગાઉ પણ નેપાળ અને ભૂટાનની સરહદો આ કારણે ઓળંગતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -