'મારા પિતા સ્કર્ટ-શર્ટ માં હાથ નાખતા, હોઠ પર કિસ કરી છાતી દબાવતા', રાજસ્થાનના ચીફ સેક્રેટરી પર દીકરીનો આરોપ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારે મીણાની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી દીકરી તરફથી મોકલવામાં આવેલા ઇમેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની દીકરીએ ઇમેઇલ મારફતે રાજસ્થાન હાઇકોર્ટમાં પોતાની ફરિયાદ દાખલ કરાવી છે. નોંધનીય છે કે મીણા વિરુદ્ધ અગાઉથી જ પરિવાર પર માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ છે.
તેણે કહ્યું કે આ વ્યક્તિને કારણે મારી માનવ ગરિમા, આત્મસન્માન, વિચાર અને આત્મા જીવનભર વિખેરાઇ ગયું હતું. બાદમાં મે હિમ્મત કરી મારા પિતાની કરતૂતની જાણ મારી માતાને કરી હતી અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. મારા પિતા અને તેમનો પરિવાર મારી માતાએ દીકરાને જન્મ ન આપ્યો તેને લઇને નારાજ હતા.
મને કહેતા શરમ આવે છે કે તેઓ મારા રૂમમાં આવતા અને મારા શરીર પર ખોટી રીતે હાથ ફેરવતા હતા. તેઓ મારા સ્કર્ટ અને શર્ટની અંદર હાથ નાખતા હતા. મારા પિતાએ અનેકવાર મને હોઠ પર કિસ કરી છે અને મારી છાતી દબાવી છે. હું બે વર્ષ સુધી આ બધુ સહન કરતી રહી હતી. આ શું થઇ રહ્યુ છે તેને લઇને કાંઇ સમજી શકતી નહોતી અને રાતભર રડતી હતી.
ઇમેઇલ મારફતે કરેલી ફરિયાદમાં મીણાની દીકરીએ લખ્યુ હતું કે, જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે તેના પિતા ઓમપ્રકાશ મીણાએ તેનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મારા પિતા હંમેશા મને બોજ ગણતા હતા અને મારુ જાતીય શોષણ કરતા હતા. હું જ્યારે 13 વર્ષની હતી ત્યારે મારી છેડતી કરી હતી.
ઉદેયપુરઃ રાજસ્થાનના મુખ્ય સચિવ ઓમપ્રકાશ મીણા પર તેમની જ દીકરીએ જાતીય શોષણનો આક્ષેપ લગાવ્યો છે. જોકે, મીણાએ પોતાના પર લાગેલા જાતીય શોષણના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચીફ સેક્રેટરી મીણાએ આ આરોપો પાછળ તેમની દીકરી અને પત્નીનું કાવતરુ ગણાવ્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -