દિલ્હીમાં અડધી રાત્રે દરોડા પાડીને સેક્સ રેકેટમાંથી કોણે છોડાવી 39 છોકરીઓ, જાણો વિગત
તેમણે નેપાળમાં ચાલતા આ સેક્સ રેકેટ વિશે પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે નેપાળના એમ્બેસેડરનો સંપર્ક કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુલાઈના પહેલા સપ્તાહમાં બે નેપાળી મહિલાઓ તેમને ફસાવનાર દલાલની ચુંગલમાંથી ભાગવામાં સફળ રહી હતી.
એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, નેપાળી મહિલાઓને નોકરીની લાલચ આપીને પહેલાં ઉત્તરપ્રદેશના વારાણસીમાં લાવવામાં આવી હતી.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે જણાવ્યું હતું કે, આ મહિલાઓને આશ્રય ગૃહમાં મોકલવામાં આવી છે અને તેમને પરત મોકલવા માટે નેપાળી એમ્બેસેડર સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ મહિલાઓને જ્યાં રાખવામાં આવી હતી ત્યાંથી 68 પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 7 ભારતીય છે.
પોલીસના જણાવ્યું હતું કે, આ મહિલાઓને છેલ્લા કેટલાંક દિવસથી એક રૂમમાં બંધ રખાઈ હતી. તેમને ખાડી દેશોમાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે આ વિશે પૂછપરછ કરવા માટે 3 લોકોને અટકાયત પણ કરી છે.
આ પહેલાં પણ સ્વાતી માલીવાલે મંગળવારે સાંજે વસંત વિહારમાંથી 18 મહિલાઓને છોડાવી હતી. તેમાં પણ 16 મહિલાઓ નેપાળની હતી. પોલીસે જણાવ્યું કે, એક સંયુક્ત અભિયાનમાં વારાણસી ક્રાઈમ બ્રાંચ અને દિલ્હી પોલીસે વસંત વિહારમાં એક મકાન પર દરોડા પાડીને 18 મહિલાઓને છોડાવી હતી. આ સમયે આસપાસના લોકોના ટોળાં પણ વળ્યાં હતાં.
નવી દિલ્હી: દિલ્હીમાં અડધી રાતે દરોડા પાડીને એક આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટમાં ફસાયેલી 39 છોકરીઓને છોડાવવામાં આવી હતી. દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતી માલીવાલે દિલ્હી પોલીસ સાથે મળીને મંગળવારે મોડી રાતે આ છોકરીઓને દિલ્હીના પહાડગંજની એક હોટલમાંથી છોડાવી હતી. આ છોકરીઓને અહીં નેપાળથી ઈન્ટરનેશનલ સેક્સ રેકેટમાં ફસાવવા માટે લાવવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -