ડેબિટ કાર્ડ-ક્રેડિટ કાર્ડથી બુક કરાવેલી રેલવે ટિકિટ હવે કાઉંટર પર કેન્સલ કરાવી શકાશે
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટમાં ઇ-રેલ ટિકિટ પર સર્વિસ ચાર્જ નાબૂદ કરવા છતાં ઇ-ટિકિટ પર હજુ પણ વિન્ડો કાઉન્ટર પર મળતી ટિકિટ કરતાં વધુ રકમ વસૂલ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટિકિટ કેન્સલ થવાના સાત દિવસની અંદર રિફંડનાં નાણાં રેલવે પ્રવાસીના બેન્ક ખાતામાં આવી જશે. જે કાઉન્ટર પર પીઓએસ મશીન નથી ત્યાં ટિકિટ ડિપોઝિટ રસીદ આપવામાં આવશે અને રિફંડ ખાતામાં મોકલી આપવામાં આવશે.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કાર્ડ દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટ કેન્સલ કરાવવાની સુવિધા માત્ર કેટલાક ટિકિટ કાઉન્ટર પર જ ઉપલબ્ધ હતી. કાર્ડથી બુક કરાવવામાં આવેલી ટિકિટ કેન્સલ કરાવતી વખતે કાઉન્ટર પર લાગેલા સ્ક્રીન પર ઇલેકટ્રોનિક રિફંડની સૂચના ડિસ્પ્લે થશે.
નવી દિલ્હી : ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા બુક કરવામાં આવેલી રેલવે ટિકિટ હવે કોઇ પણ ટિકિટ કાઉન્ટર પરથી રદ્દ કરાવી શકાશે. ટિકિટ રદ કરાવવાથી તેના રિફંડનાં પૈસા પ્રવાસીના બેંક ખાતામાં સીધાં જમા થઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -