RSS માનહાનિ કેસઃ રાહુલ ગાંધી પર આરોપ નક્કી, આરએસએસ પર કરી હતી ટિપ્પણી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ આ કેસને ફગાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, આના પર કોર્ટે કહ્યું હતું કે, તેમને આ રીતે કોઇપણ સંસ્થાને બદનામ ના હોતી કરવી જોઇતી. જો તે આ મામલે અફસોસ નોંધાવે છે તો તેમને કોર્ટમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. કોર્ટે આને ફગાવી દેતા કોર્ટની કાર્યવાહીમાં સામેલ થવાની વાત કહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માનહાનિ કેસમાં મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થયા, આ દરમિયાન તેમની ઉપર આ મામલે આરોપ નક્કી કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને જાતને નિર્દોષ ગણાવ્યો હતો. તેમને કહ્યું કે, આ મામલે હું દોષી નથી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ અને અશોક ગેહલોત પણ હાજર રહ્યાં હતાં.
કોંગ્રેસ અધ્યક્ષના વકીલ નારાયણ ઐય્યરે કહ્યું હતું કે, આ કેસ ઐતિહાસિક તથ્યો સાથે સંબંધિત છે, એટલા માટે તેને કેટલાય દસ્તાવેજોનો સહારો લેવો પડશે અને વિશેષજ્ઞોના નિવેદન નોંધાવવા પડશે.
સુનાવણી દરમિયાન જજે નિવેદન વાંચતા કહ્યું કે તમે આરએસએસ સંગઠનને બદનામ કર્યું. તમારુ નિવેદન હતું કે, આરએસએસના લોકોએ ગોળી મારી અને સરદાર પટેલે લખ્યું છે. સુનાવણી દરમિયાન આ મામલે કલમ 499 અંતર્ગત આ અપમાન છે અને કલમ 500 અંતર્ગત આ દંડનીય પણ છે.
ખરેખર, સંઘના કાર્યકર્તા રાજેશ કુંતેએ 2014માં ભિવંડીમાં રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ તેમની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. રાહુલે તે ભાષણમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યાની પાછળ આરએસએસનો હાથ હતો.
જોકે, આ રીતના કેસોમાં સમરી ટ્રાયલ એટલે લેખિત નિવેદનના આધારે સુનાવણી કરવામાં આવે છે, પણ રાહુલ ગાંધીએ સમન્સ ટ્રાયલ (નિવેદન નોંધવું)નો અનુરોધ કરતા ગયા મહિને એક અરજી દાખલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -