દિલ્હીમાં ગાયો માટે બનશે ‘પીજી હોસ્ટેલ’, વુદ્ધો પણ રહેશે સાથે
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગૌશાળા ખાસ હશે. જોકે અહીં પોતાના પશુને રાખવા માટે માલિકોએ રકમ ચૂકવવી પડશે. કહેવાય છે કે, આ પ્રકારની યોજના ગુજરાતમાં સફળ રહી છે, જેને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે આ દિશામાં નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે તેની જાહેરાત બુધવારે કરવામાં આવી. તેણે જણાવ્યું કે, તેના માટે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં ગુમનહેરા ગામમાં જગ્યા ફાળવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોપાલ રાયે કહ્યું કે, સરકારની યોજના સમગ્ર શહેરમાં આવી 33 ગૌશાળા બનાવવાની છે, જ્યાં એવી ગાયોને પણ રાખવામાં આવે જે દૂધ નથી આપતી અથવા તેના માલિક માટે ઉપયોગી ન હોય તેવી સ્થિતિમાં લાવારીસ છોડી દેતા હોય છે. તેમણે એ પણ જણાવ્યું કે, દિલ્હીમાં હાલમાં 76 પશુ હોસ્પિટલ અને ક્લિનિક છે, જ્યાં જરૂરી ઉપકરણ અને ટેકનીક પણ નથી. સરકારની યોજના હવે શહેરના દરેક વોર્ડમાં પશુઓ માટે એક હોસ્પિટલ બનાવવાની છે.
સરકારની યોજના એક ચિપ દ્વારા તમામ પાળતુ પશુઓ પર નજર રાખવાની પણ છે. સરકારનું કહેવું છે કે, તેનાથી પશુને વેક્સિનેશનની સાથે સાથે તેના માલિકો વિશે પણ જાણકારી મેળવી શકાશે અને રસ્તા પર ફરતા પશુની સંખ્યા વિશે જાણકારી મેળવવામાં મદદ ળશે, જેથી એ દિશામાં જરૂરી પગલા લેવામાં આવશે.
નવી દિલ્હીઃ યૂપી બાદ હવે દિલ્હીમાં પણ સરકારે ગાયો માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારે કહ્યું કે, તે એવી ગાયો માટે ‘પીજી હોસ્ટેલ’ બનાવશે, જેના માલિકો પાસે તેને રાખવા માટે જગ્યા નથી. આ ગૌશાળાની સાથે સાથે ઓલ્ડ એજ હોમ પણ હશે, જ્યાં વૃદ્ધો ગાયો સાથે રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -