દિલ્લીમાં કેજરીવાલે મોદી-શાહને આપ્યો આંચકો, જાણો કેટલી સરસાઈથી જીતી બવાના બેઠક
ત્રીજા રાઉંડમાં કૉંગ્રેસ સૌથી આગળ રહી જ્યારે ભાજપ બીજા નંબરે અને આપ સૌથી પાછળ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર પછીના મોટાભાગના રાઉંડમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ ભાજપ કરતા આગળ રહી હતી.
દસમાં અને અગીયારમાં રાઉંડની મતગણતરીમાં પણ કૉંગ્રેસ સૌથી આગળ રહી હતી. બારમાં રાઉંડમાં આમ આદમી પાર્ટીએ જોરદાર વાપસી કરી હતી. આમ આદમી પાર્ટીએ 23216, કૉંગ્રેસે 21848 અને ભાજપ 16561 મત સાથે સૌથી પાછળ રહી હતી.
બીજા રાઉંડમાં કૉંગ્રેસના ઉમેદવાર રામચંદ્ર 3796 મત સાથે સૌથી આગળ, બીજા નંબર પર 3451 મત સાથે આપ, જ્યારે 3154 મત સાથે ભાજપ ત્રીજા ક્રમ પર રહ્યું હતું.
નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરિ એક વખત પોતાના સાબિત કરી બતાવ્યા છે. દિલ્લીની બવાના બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામચંદ્રને 24 હજાર મતોથી આ પેટા ચૂંટણી જીતી છે. મોદી લહેર હોવા છતાં આપે ચૂંટણીમાં જીત મેળવી છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ બીજા નંબર રહી, જ્યારે કૉંગ્રેસ ત્રીજા નંબર રહી હતી.
દિલ્લીની બવાના વિધાનસભા બેઠક પર બુધવારે થયેલી પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા હતા.આ પેટાચૂંટણીમાં ભાજપ તરફ વેદપ્રકાશ, આમ આદમી પાર્ટી તરફથી રામચંદ્ર અને કૉંગ્રેસ તરફથી સુરેંદ્ર કુમાર મેદાનમાં હતા. આ ત્રણેય ઉમેદવારે વચ્ચે શરૂઆતના રાઉંડમાં કાંટે કી ટક્કર જોવા મળી હતી.
પ્રથમ રાઉંડની મત ગણતરીમાં કૉંગ્રેસ પ્રથમ ક્રમે રહી જ્યારે આપ બીજા અને ભાજપ ત્રીજા ક્રમ પર રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -