નોટબંધીથી પરેશાન લોકો માટે દિલ્હી-ભાજપની લડ્ડુ યોજના, જાણો
જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે લાડુ એક જ જગ્યાએથી ખરીદવામાં આવશે કે કાર્યકર્તાઓ તેમના વિસ્તારની દુકાનમાંથી ખરીદશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વિતેલા સપ્તાહે પાર્ટીની કોર ટીમે નોટબંધીને લઈને પોતાના પ્રતિક્રિયા આપી. આ બેઠક દર મંગળવારે થાય છે. પાર્ટીના એક સીનિયર નેતાએ જણાવ્યું, અમે ફીડબેક આપી દીધી છે અને આ એટલી સરળ નથી જેટલું કહેવામાં આવી રહ્યું છે. નિર્ણય સારો છે પરંતુ તેને અમલમાં લાવવાની રીતથી લોકો નારાજ છે. કારોબારી દુખી છે અને આ વાત પણ જણાવી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાના નિર્ણય બાદ રોકડના કકળાટથી નારાજ લોકોને પોતાની સાથે લાવવા માટે દિલ્હી ભાજપે લડ્ડુ યોજના બનાવી છે. તે અંતર્ગત પાર્ટીએ દિલ્હીમાં પોતાના કાર્યકર્તાઓને દરેક ઘરમાં એક લાડુ આપવાનું કહેવામાં આવ્યું છે. તેના દ્વારા તેમની સહનશીલતાનો આભાર વ્યક્ત કરવામાં આવશે. આ નિર્ણયની પુષ્ટિ કરતાં દિલ્હી ભાજપના અધ્યક્ષ મજોન તિવારીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળા નાણાંનો સામનો કરવા માટે આ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. કેટલીક મુશ્કેલીનો સામનો કરવા છતાં લોકોએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. હવે અમારો વારો છે કે અમે તેમની સહનશીલતાનો આભાર વ્યક્ત કરીએ.
તેમણે કહ્યું કે, કાર્યકર્તાને એક જાન્યુઆરીથી દરેક ઘરમાં મિઠાઈ વહેંચવા માટે જવાનું કહેવામાં આવ્યું છે. આ કામ 10 જાન્યુઆરી સુધી ચાલશે. અમો લોકો સુધી પહોંચવા માટે અમારા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરીશું. લોકોનો આભાર તો માનવો જ પડે. જે લોકો લાઈનમાં કોઈપણ ફરિયાદ વગર ઉભા રહી શકતા હોય તો શું અમે તેમને એક લાડુ ન આપી શકીએ. તમારા પાડોશી માટે એક લાડુ મોટી વાત નથી. આ દર્શાવે છે કે, અમે તેમના કેટલા આભારી છીએ જે તેમને પ્રધાનમંત્રીના નિર્ણયનું સમર્થન કર્યું. અમે અમારા કાર્યકર્તાઓને નિવેદન કરીશું કે તે પોતાના પાડોશી માટે એક લાડુ લઈને જાય. જો તે પાંચ ઘર માટે પાંચ લાડુ લઈને જશે તો તે વધારે સારું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -