વલસાડના BJP સાંસદને સંડોવતા સેક્સ કાંડમાં કોર્ટે આપ્યો શું મહત્વનો ચુકાદો ? જાણો વિગત
પોલીસને યુવતીના ઘરેથી એક ડઝન જેટલી અશ્લીલ સીડી, 15 કોન્ડોમ, વાયગ્રા તથા યુવતીના સેક્સ ટ્રેપમાં ફસાવેલા અન્ય લોકોનાં નામનું લિસ્ટ મળી આવ્યું હતું. આ લિસ્ટ જોઈને પોલીસને ભારે આંચકો લાગી ગયો હતો. યુવતી પાસેથી આ લિસ્ટમાં રહેલાં કેટલાંક મોટાં માથાંની સેક્સ સીડી પણ મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજજે યુવતીના વકીલને સવાલ કર્યો હતો કે, યુવતીએ પટેલ સામે બળાત્કારનો આક્ષેપ કરતી ફરિયાદ કરી તેવી ફરિયાદ તેણે અન્ય સાંસદો કે રાજકારણીઓ સામે કરી છે કે નહીં. યુવતીના વકીલ શાહિદ અનવરે જણાવ્યું હતું કે, હાલના તબક્કે તેમને આ પ્રકારના સવાલોના જવાબ આપવાનું યોગ્ય નથી લાગતું.
પોલીસને મળેલી વિગતો પ્રમાણે કે.સી. પટેલ સહિત 20 સાંસદો અને પાંચ IASને યુવતીએ સેક્સ ટ્રેપમાં ફસાવ્યા હતા. આ યુવતીની સેક્ જાળમાં ફસાયેલા સાંસદોમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષના સાંસદો છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ આ યુવતીનો ભોગ બન્યા છે. પોલીસને આ પૈકી કેટલાંક નામ પણ મળ્યાં છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આમાં એક આખી ગેંગ સંડોવાયેલી છે. યુવતીએ તેની પૂછપરછ દરમિયાન આ વાતને નકારી કાઢી છે અને પોતે પોતાની સલામતી માટે સેક્સ ટેપ બનાવી હોવાનો દાવો કર્યો છે પણ પોલીસ માને છે કે યુવતી મોટા પાયે બ્લેકમેઈલિંગ રેકેટ ચલાવતી હતી.
પટેલની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે આરોપી વકીલ યુવતીની 2 મેના રોજ ધરપકડ કરી હતી. પોલીસે યુવતીના ઘરે દરોડા પાડ્યા તેમાં બહુ મોટા ખુલાસા થયા હતા. પોલીસને મળેલી વિગતો પ્રમાણે કુલ 25 મોટાં માથાં યુવતીની સેક્સ જાળમાં ફસાયાં હતાં અને બ્લેકમેઈલિંગનો ભોગ બન્યાં છે.
પબ્લિક પ્રોસીક્યુટર અતુલ કુમાર શ્રીવાસ્તવે દલીલ કરી હતી કે, આ યુવતી પહેલાં પણ બીજા મોટા લોકોને ફસાવીને તેમની પાસેથી નાણાં વસૂલવાનો ખેલ કરી ચૂકી છે તેથી તેના આક્ષેપોને ગંભીરતાથી ના લઈ શકાય. કોર્ટે આ દલીલને માન્ય રાખી છે અને પટેલને રાહત આપતાં તેમને સામે એફઆઈઆર નોંધવા આદેશ નથી આપ્યો.
જો કે દિલ્હી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરવિંદરસિંહે યુવતીની અરજી એમ કહીને ફગાવી દીધી છે કે, યુવતી પણ દૂધે ધોયેલી નથી અને તેની સમક્ષ તેણે એવા કોઈ પુરાવા મૂક્યા નથી કે જેના કારણે તે સ્વચ્છ હોય તેવું સાબિત થાય. યુવતી કોર્ટ દ્વારા મૂકાયેલા કેટલાક સવાલોના જવાબ આપવામાં પણ નિષ્ફળ ગઈ છે તેવું જજે કહ્યું હતું.
યુવતીના સેક્સ કાંડમાં ફસાયેલાં મોટાં માથામાં કે.સી. પટેલ ઉપરાંત જે બે નામ બહાર આવ્યાં છે તેમાં ભાજપના હરકસિંહ રાવત તથા કોંગ્રેસના શાદીલાલ બત્રા મુખ્ય છે. હરકસિંહ રાવત ઉત્તરાખંડ ભાજપના નેતા છે અને અગાઉ તે કોંગ્રેસમાં હતા. યુવતીએ તેમને ફસાવીને સેક્સ સીડી ઉતારી હોવાનું કહેવાય છે.
હરકસિંહ રાવત સામે યુવતીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. રાવત સહિત ઘણા સ્ત્રી-પુરૂષો સેક્સ રેકેટમાં સંડોવાયેલા હોવાનો તેણે આક્ષેપ કર્યો હતો. શાદીલાલ બત્રા સામે પણ તેણે પોલીસ ફરિયાદ કરી હતી અને તેમાં બત્રાએ ગાઝિયાબાદના તેના ઘરમાં તેની સાથે પરાણે સેક્સ સંબધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
નવી દિલ્હીઃ ગુજરાતના ભાજપના સાંસદ ડો.કે.સી. પટેલ સેક્સ કાંડમાં પટેલ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપવા દિલ્હીની મેટ્રોપોલિટન કોર્ટે ઈન્કાર કર્યો છે. પટેલ સામે પરાણે સેક્સ સંબંધ બાંધીને બળાત્કાર ગુજારવાનો આક્ષેપ કરનારી યુવતીએ કોર્ટમાં અરજી કરીને બળાત્કારની ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -