દિલ્હીમાં ફેશન ડિઝાઈનરનું ઘરમાં ઘૂસીને કર્યું મર્ડર, ઘરમાંથી મળી બે લાશ, જાણો વિગત
પોલીસના જણાવ્યા મુજબ, માલાને પૈસા જોઈતા હતા પરંતુ માલા તેને આપતી નહોતી. તેથી તેણે હત્યાને અંજામ આપ્યો. માલકણની ચીસ સાંભળીને જ્યારે નોકર બહાદુર બચાવવા માટે આવ્યો ત્યારે આરોપીએ તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દિલ્હીના પોશ વિસ્તાર વસંત કુંજમાં 53 વર્ષીય મહિલા અને તેના નોકરની લાશ ગુરુવારે સવારે મળી આવી હતી. મૃતકોની ઓળખ ફેશન ડિઝાઈનર માલા લાખાણી અને તેના નોકર બહાદુરના રૂપમાં થઈ છે. પ્રાથમિક તપાસમાં બંનેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.
હત્યાના આરોપમાં પોલીસે રાહુલ અનવર નામના વ્યક્તિ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. રાહુલ માલાના બુટિકમાં દરજી તરીકે કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. માલા તેના દરજીને પૈસા આપતી નહોતી, આ કારણે તે ખૂબ પરેશાન હતો. જેના કારણે રાહુલે મિત્રો સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -