પ્રદુષણ ઓછુ કરવા દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય, 40 લાખ ગાડીઓના રજિસ્ટ્રેશન કરી દીધા રદ્દ
ઉલ્લેખનીય છે કે વધતા પ્રદૂષણ અને પર્યાવરણને થઈ રહેલા નુકશાનને જોતા સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું દેશભરમાં 1 એપ્રિલ 2020થી ભારત સ્ટેજ બીએસ 4 શ્રેણીના વાહનો વેચાણ પર પ્રતિબંઘ લગાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટે પરિવહન વિભાગને આ પ્રકારની ગાડીઓની સમગ્ર યાદી વેબસાઈટ પર મુકવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું કે સરકાર પોતે ધ્યાન રાખીને કાર્યવાહી નથી કરતી અટલે સેન્ટ્રેલ પૉલ્યૂશન કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવું જોઈએ જેમાં લોકો પ્રદૂષણ સાથે જોડાયેલી ફરિયાદ કરી શકે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર આપી હતી, નારાજગી દર્શાવતા કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં જુના પેટ્રૉલ અને ડીઝલના વાહનો પર રોક લગાવવામાં આવે. આ સાથે જ કોર્ટે પરિવહન વિભાગને આ પ્રકારના વાહનો રસ્તા પર જોવા મળે તો તેને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, દેશની રાજધાનીમાં રજિસ્ટર્ડ 1.10 કરોડ ગાડીઓમાંથી કેજરીવાલ સરકારે 40 લાખ ગાડીઓનુ રજિસ્ટ્રેશન રદ્દ કરી દીધુ છે. આમાં 15 વર્ષથી વધુ જુની પેટ્રૉલ અને 10 વર્ષથી વધુ જુની ડિઝલની ગાડીઓ સામેલ છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં હવા પ્રદુષણનું સતત ખરાબ થઇ રહ્યુ છે, આને લઇને દિલ્હી સરકાર એક્શનમાં આવી છે. સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ હવા પ્રદુષણ અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરનારી આબોહવાથી છુટકો મેળવવા માટે દિલ્હી સરકારે 40 લાખ જુની ગાડીઓના રજિસ્ટ્રેશન રદ્દ કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -