વિદ્યાર્થીઓ સાવધાનઃ દેશમાં 23 યુનિ., 279 ટેકનિકલ સંસ્થાઓ છે નકલી
યુજીસી અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને ગત મહિને વેબસાઈટ્સ પર નકલી શૈક્ષણિક સંસ્થાઓની યાદી મૂકી હતી અને નવા શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓને ચેતવ્યા હતા. માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ હાલમાં જ કહ્યું હતું કે મંત્રાલયોએ રાજ્યોને નકલી યુનિવર્સિટીઓની તપાસ કરાવવા અને તેમની વિરૂદ્ધ ફરિયાદો નોંધાવવાનો નિર્દેશ આપ્યો છે. નકલી યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓની વિગત યુજીસીની વેબસાઈટ www.ugc.ac.in અને એઆઈસીટીઈની વેબસાઈટ www.aicte india.org પર ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેલંગણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં આવી નકલી સંસ્થાઓ છે. આ સંસ્થાઓ એન્જિનિયરિંગ તેમજ અન્ય ટેકનિકલ કોર્સિસ ઓફર કરે છે પણ તેમને રેગ્યુલેટર તરફથી માન્યતા મળી નથી એટલે કે આ સંસ્થાઓને ડિગ્રી પ્રદાન કરવાનો અધિકાર નથી.
નવી દિલ્હીઃ યુજીસી અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશને વિતેલા મહિને પોતાની વેબસાઈટ પર નકલી શિક્ષણ સંસ્થાઓની યાદી જાહેર કરી હતી. આ યાદી અનુસાર દેશભરમાં 23 નકલી યૂનિવર્સિટી અને 279 ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે જેમાં એકલા દિલ્હીમાં જ આવી ૬૬ કોલેજો અને સાત યુનિવર્સિટીઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -