Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવ મુદ્દે દખલ દેવાનો દિલ્હી HCનો ઈનકાર, કહ્યું- આવા મુદ્દાથી કોર્ટે રહેવું જોઈએ દૂર
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના રોજ વધતાં ભાવની કિંમતો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઇકોર્ટે કોઈપણ પ્રકારનો આદેશ આપવાની ના પાડી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ સરકારની નીતિનો હિસ્સો છે અને તેના પર કોર્ટ આદેશ કરી શકે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાન અને આંધ્રપ્રદેશે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડી લોકોને રાહત આપ્યા બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ એક રૂપિયો ઘટાડાવાની જાહેરાત કરી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો થયો નથી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 88.26 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના જ પરભણીમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયાને પાર કરી ગયો છે.
કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ દૈનિક પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારા પર પ્રતિબંધ લગાવે તેવી જાહેરહિતની અરજીમાં માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન આશરે 20 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ નહોતા વધ્યા. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારની દલીલ હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેમનું નિયંત્રણ નથી અને તેઓ કોઈ હસ્તક્ષેપ કરવા નથી કરતા.
કોર્ટે એમ પણ કહ્યું કે, આ મોટો આર્થિક મુદ્દો છે અને અમને લાગે છે કે તેનાથી કોર્ટે ખુદને દૂર રાખવી જોઈએ. કોર્ટ સુનાવણી દરમિયાન સરકારને એક સૂચન પણ કર્યું છે. કોર્ટે સરકારને કહ્યું કે, અરજીકર્તાઓની માંગ પર વિચાર કરો અને જુઓ કે શું થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -