શિમલા-મનાલી નહીં, આ છે દિલ્હી, કરાથી આ રીતે ઢંકાઈ ગયું શહેર
હવામાન વિભાગનું અનુમાન છે કે 11 ફેબ્રુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડી શકે છે. સાતે જ ઠંડી વધવાની પણ સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વરસાદ અને કરા પડવા છતાં દિલ્હી-એનસીઆરનું લઘુતમ તાપમાન 15 સેલ્સિયલ રેકોર્ડ કરવામાં આવ્યું, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી વધારે છે.
કહેવાય છે કે, અંદાજે 15 વર્ષ બાદ દિલ્હીવાસીઓએ આ રીતે કરા જોયા છે. આ પહેલા 2004-05માં આ રીતે કરા પડ્યા હતા. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 9-11 ફેબ્રુઆરીની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ હતી. સાથે જ તાપમાન પણ ઘટ્યું હતું.
ગુરુવારે હવાનાન બદલવાને કારણે અંદાજે 38 ફ્લાઈટનો રસ્તો બદલવામાં આવ્યો હતો. આસપાસના શહેરમાં વિમામોનું લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. કેટલીક ફ્લાઈટે મોડેથી ઉડાન ભરી હતી.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં ગુરુવારે સાંજે અચાનક વરસાદ સાથે કરા પડ્યા હતા. તેનાથી દિલ્હી, નોઈડા, ગાજિયાબાદ અને ફરીદાબાદના અનેક વિસ્તારમાં કરાની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. નજારો એવો હતો કે સોશિયલ મીડિયા પર લોકો દિલ્હીની તુલના શિમાલ અને મનાલીની બરફવર્ષા સાથે કરવા લાગ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -