દિલ્હી પોલીસે જીજ્ઞેશ મેવાણીની જાહેરસભાને ન આપી મંજૂરી, જાણો કેમ
નોંધનીય છે કે આ અગાઉ મુંબઇમાં પોલીસે ચાર જાન્યુઆરીના રોજ આયોજિત છાત્ર ભારતીનો કાર્યક્રમ રદ કર્યો હતો. આ કાર્યક્રમમાં મેવાણી અને ખાલિદ વક્તા તરીકે હાજર રહેવાના હતા મુંબઈ પોલીસે કહ્યું હતું કે, આ લોકોએ કલમ 144નું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી તેઓની અટકાયત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી પોલીસે ધારા 144નો હવાલો તેમજ 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને હુંકાર રેલી તેમજ જનસભાની મંજૂરી રદ કરી દીધી હતી. પોલીસે ચેતવણી આપી હતી કે જો મંજૂરી વિના રેલી કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને તેમના સાથી 9મી જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે પાર્લામેન્ટ સ્ટ્રીટ પર એક રેલી સંબોધવાના હતા. કાર્યક્રમમાં દલિત તેમજ અલ્પસંખ્યકો પર થતાં હુમલા, શિક્ષા,. રોજગારી અને સામાજિક ન્યાયના મુદ્દે જનસભા સંબોધવાના હતા. આ અંગે મેવાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ દિલ્હીમાં ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની રેલીને પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે સુરક્ષાનું કારણ આગળ ધરીને જિજ્ઞેશ મેવાણીની રેલીને મંજૂરી આપી નહોતી જીજ્ઞેશ મેવાણી યુવા હુંકાર રેલી અને જનસભા સંબોધવાનો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -