દિલ્હી પોલીસે ઍન્કાઉન્ટરમાં મોસ્ટ વૉન્ટેડ રાજેશ ભારતી સહિત ચાર બદમાશોને કર્યા ઠાર, 8 પોલીસકર્મી ઘાયલ
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શનિવારે દક્ષિણ દિલ્હીના છત્તરપુરમાં મોસ્ટ વૉન્ટેડ ક્રિમિનલ રાજેશ ભારતી અને તેની ગેંગના ચાર બદમાશોને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં એક બદમાશ ઘાયલ થઈ ગયો છે. જ્યારે બદમાશો તરફથી થયેલી ફાયરિંગમાં 8 પોલીસકર્મી પણ ઘાયલ થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એન્કાઉન્ટરમાં રાજેશ ભારતી તેના સાથી સંજીત વિદ્રોહ, ઉમેશ ડૉન સહિત 4 બદમાશોના મોત થયા છે. જ્યારે એક બદમાશ ઘાયલ છે.
પોલીસ સૂત્રો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક લાખ રૂપિયાના ઈનામી બદમાશ રાજેશ ભારતી અને તેની ગેંગને ટ્રેક કરી રહી હતી. શનિવારે સવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ગુપ્ત સૂત્રોથી જાણકારી મળી હતી કે રાજેશ ભારતી સાથીઓની સાથે છત્તરપુર વિસ્તારમાં મોટી ઘટનાને અંજામ આપવા આવ્યો છે. તેને લઈને પોલીસે પહેલા જ ટ્રેપ ગોઠવીને રાખી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે, રાજેશ ભારતી પોતાની ગેંગ સાથે હરિયાણા નંબરની સફેદ રંગની એસયૂવી કારમાં સવાર હતો. પોલીસની ટીમે રાજેશ ભારતીની કારને રોકવાનો ઈશારો કર્યો પરંતુ રાજેશ ભારતીની ગેંગે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી. બન્ને તરફથી લગભગ 15 મિનિટ સુધી ફાયરિંગ થયું હતું.
પોલીસે જણાવ્યું કે, રાજેશ ભારતી દિલ્હી અને હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર હતો. તેના માથે 1 લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. બીજા રાજ્યોમાં પણ તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. હાલમાં પોલીસ આ ગેંગના અન્ય બદમાશોની શોધ-ખોળ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -