પ્રદૂષિત શહેર દિલ્હીમાં ‘બોટલબંધ હવા’ વેચાઈ રહી છે, કિંમત જાણીને ચોંકી જશો
નવી દિલ્હીઃ વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રાજધાનીમાં રોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ (ક્યૂઆઈ) ગંભીર રીતે ખતરનાક સ્તરે પહોંચી રહ્યો છે. આ કારણે લોકો માટે શ્વાસ લેવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો દિલ્હીની હવાથી તમારો પણ શ્વાસ રૂંધાઈ રહ્યો છે તો પરેશાન થવાની જરૂર નથી. શુદ્ધ-તાજી, પ્રદૂષણ મુક્ત પહાડી હવા તમે લઈ શકો છો. પરંતુ તેના માટે તમારે તગડી રકમ ચૂકવવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુદ્ધ અને તાજી હવાની બોટલની સાથે પંપ પણ મળી રહ્યો છે. આ માસ્ક જેવો હોય છે. માસ્કને મોઢા ઉપર સેટ કરી તમે બોટલ પર લાગેલ બટન પુશ કરી સરળતાથી તાજી હવા લઈ શકો છો.
એક ભારતીય કંપની ઉત્તરાખંડની પહાડીઓની હવા વેચી રહી છે. કંપનીની 10 લિટર હવાની કિંમત 550 રૂપિયા છે. તેનાથી તમે 160 વખત શ્વાસ લઈ શકો છો. કંપની ઉત્તરાખંડના ચમોલીની હવા વેચી રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ બે સાઈઝમાં હોવાની હવાની બોટલ લોન્ચ કરી છે. એક બોટલ 7.5 લિટર છે. તેની કિંમત 1499 રૂપિયા છે. જ્યારે કંપની 15 લિટર હવાની બોટલ વેચી રહી છે જેની કિંમત 1999 રૂપિયા છે.
તમને લાગતું હશે કે હવા વેચવાનો કારોબાર વિદેશી કંપની કરી રહી હશે, તો એવું બિલકુલ નથી. અનેક દેશી કંપનીઓ પણ શુદ્ધ હવા વેચવાનો કારોબાર કરી રહી છે. તેમાં હવા લિટર પ્રમાણે મળશે. આ હાલમાં ઓનલાઈન જ ઉપલબ્ધ છે. કંપનીઓ ટૂંકમાં જ તેને ઓપન માર્કેટમાં લાવવાનો પ્રયત્ન કરશે.
કેટલીકકંપનીઓ તમારા માટે દેશ-વિદેશની શુદ્ધ હવા વેચી રહી છે. જેવી રીતે અન્ય સામાન તમે ઓનલાઈન ખરીદો છો તેવી જ રીતે હવા પણ તમે સરળતાથી ઘરે મંગાવી શકો છો અને ઝેરી હવાથી છૂટકારો મેળવી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -