આ કોલેજમાં હોળીના બહાને છોકરીઓ ઉપર ફુગ્ગામાં વીર્ય ભરીને મારે છે છોકરાઓ
નવી દિલ્હીઃ દિલ્હી યૂનિવર્સિટીની એક કોલેજની એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કર્યો છે કે કોઈ અજ્ઞાત લોકોના ગ્રુપુ તેના પર હાલમાં જ વીર્યથી ભરેલ ફુગ્ગો ફેંક્યો હતો. પોલીસે કહ્યું કે, આ કેસ તેમની જાણકારીમાં આવ્યો છે અને તેઓ યુવતીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી તપાસ શરૂ કરી શકાય. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમને હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યાર્થિનીઓની આ ફરિયાદો પર કોલેજ તંત્રે તાત્કાલિક મીટિંગ બોલાવી હતી. આ મીટિંગ બાદ પોલીસને આ પ્રકારની ઘટનાઓથી અવગત કરાવતા સુરક્ષા વધારવાની માગ કરી છે.
આ ઘટના બાદ વિદ્યાર્થિનીઓએ #MyWhiteKurta સાથે આ પ્રકારની ઘટનાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરવાનું શરૂ કર્યું છે.
પીડિત વિદ્યાર્થિનીએ લખ્યું છે કે, ‘આ પ્રકારે હોળીના નામે મારી સાથે જે હરકત કરવામાં આવી, તેણે મને અંદરથી હચમચાવી દીધી હતી.’આ વિદ્યાર્થિનીએ લખ્યું છે કે, મસ્તીના બહાને આ પ્રકારની હરકત તેની અંદર કેટલી હદ સુધી નુકસાન પહોંચાડે છે.’
વિદ્યાર્થિનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી કહ્યું છે કે, ‘હું મારી ફ્રેન્ડ સાથે રિક્ષામાં બેસી માર્કેટથી પાછી ફરી રહી હતી. ત્યારે મારી પર કોઈએ ફુગ્ગો ફેંક્યો. પાયજામા પર જ્યાં ફુગ્ગો વાગ્યો હતો, તેમાંથી વિચિત્ર દુર્ગંધ આવી રહી હતી. એ તો સ્પષ્ટ હતું કે, તે પાણી નહોતું. જ્યારે હું મારી હોસ્ટલ પાછી ફરી ત્યારે મારી એક ક્લાસમેટે કહ્યું કે, તેની ઉપર કોઈએ ફુગ્ગામાં સ્પર્મ ભરીને ફેંક્યો હતો.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -