6 મહિનામાં ચોથી વાર ખેડૂતોએ કર્યુ દિલ્હી અધ્ધર, જાણો શું છે માંગો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પોતાની કેટલીક માંગોને લઇને કિસાન ક્રાંતિ યાત્રા આજે દિલ્હી પહોંચી છે. કિસાન ક્રાંતિ યાત્રા આજે સાહિબાબાદથી પહોંચી ગઇ. તેમના દિલ્હી પ્રવેશ કરવા પર મોદી સરકારે રોક લગાવતા સુરક્ષાદળોને કામે લગાડ્યા છે. દિલ્હી અને યુપી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. અહીં ખેડૂતો અને જવાનો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યુ છે.
યોગ ગુરુ બાબા રામદેવે ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
અન્ય માંગોમાં એ પણ સામેલ છે કે સરકાર સિંચાઇ માટે વીજળી મફત આપે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં વ્યાજ વિના લૉન આપવામાં આવે. મહિલા ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડ યોજના અલગથી બનાવવામાં આવે અને પશુઓ માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે.
ખેડૂતની યાત્રા 23 સપ્ટેમ્બર હરિદ્વારથી શરૂ થઇ અને આજે 2જી ઓક્ટોબરે દિલ્હી પહોંચી છે. અહીંથી સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાની ખેડૂતોની યોજના છે. ખેડૂતોની સરકાર સામે કેટલીક માંગો છે જેમાં વીજળીના ભાવ ઘટાડવા અને પૂર્ણ કર્જમાફી સૌથી આગળ છે.
ગાઝિયાબાદથી દિલ્હીમાં એન્ટર થવાના બધા રસ્તાંઓને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે દિલ્હીથી કૌશામ્બી અને વૈશાલી જવાના રસ્તાંઓને પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થઇ રહ્યું છે.
પોતાની માંગોને લઇને ખેડૂતોએ છેલ્લા 6 મહિનામાં ચોથીવાર દિલ્હીનો રસ્તો પકડ્યો છે. તેમની માંગ છે કે ખેડૂતો માટે મિનીમમ આવક કરવામાં આવે, 60 વર્ષની વય બાદ ખેડૂતોને 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે. વડાપ્રધાન પાક વીમા યોજનામાં ફેરફારો કરવામાં આવે. યોજનાનો લાભ કંપનીઓને બદલે ખેડૂતોને આપવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -