નોટબંધી મામલે ગેરરીતીઓ આચરતા સરકારી બેંકોના 27 ઓફિસરો સસ્પેંડ, સરકારે આપી ચેતવણી
નવી દિલ્લી: નોટબંધી પછી લેણદેણમાં કથિત ગડબડીમાં જોડાયેલા બેંક કર્મચારીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીમાં જાહેર ક્ષેત્રની વિભિન્ન બેંકોના કુલ 27 વરિષ્ઠ અધિકારીઓને સસ્પેંડ અને 6 અન્ય અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રાલયે ચેતવણી આપતા કહ્યું કે સાચી રીતે લેણદેણને સરળ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર ગેરરીતિઓને સાંખી લેવામાં આવશે નહીં અને અનિયમિત અને ગેરરીતિઓમાં જોડાયેલા લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016ની મધ્યરાત્રિથી 500 અને 1000 રૂપિયાની નોટો પર લાગેલ પ્રતિબંધ પછી લોકો જૂની નોટો બેંકોમાં જમા કરાવી રહ્યા છે. રિઝર્વ બેંકે તમામ માટે નિકાસી સીમા નક્કી કરી છે.
નાણામંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે અમુક અધિકારીઓ રિઝર્વ બેંકના નિર્દેશોનું ઉલ્લંઘન કરી અનિયમિત રીતે લેણદેણ કરવામાં જોડાયેલા હોવાની વાત સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આવા મામલામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને જાહેર ક્ષેત્રની વિભિન્ન બેંકોના 27 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. જ્યારે 6 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -