માત્ર 10 ટકા ATM જ થઈ શક્યા છે અપડેટ, ચીનથી પાર્ટ્સ મંગાવવા મજબૂર થયું ભારત
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે, આવતા કેટલાક દિવસોમાં આ સમસ્યાનું સમાધાન થઈ જશે. સ્વદેશી RuPay કાર્ડનું પેમેન્ટ ગેટવે સારું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, અમે 35 લાખ ટ્રાન્ઝેક્શન કર્યા છે જેમાંથી 25 લાક એટીએમમાં કરવામાં આવ્યા છે અને અંદાજે 6 લાખ જુદા જુદા પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક બેન્કરે ઈટીને જણાવ્યું કે, પાર્ટ્સ મેળવવા અને ડિસ્પેન્સર્સમાં જરૂરી ફેરફાર કરવામાં થોડો સમય લાગશે. તેમણે કહ્યું, અમારો ટાર્ગેટ આવતા એક સપ્તાહમાં ઓછામાં ઓછા 50 હજાર મશીન ચલાવવાનો છે. જો તે 24 કલાક સાતેય દિવસ કામ કરશે તો સમસ્યાનું સમાધાન થઈ જશે. એટીએમે કરન્સી નોટ્સનું વજન કરવું પડે છે. અધિકારીએ જણાવ્યું કે, વજન પ્રમાણે જ એટીએમ રૂપિયા આપે છે. જો તે વજન ન કરી શકે તો કામ નહીં કરે.
નાણાં મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ મોટી સમસ્યા નથી અને બેંક સપ્લાઈ આપી રહી છે. જૂની નોટ બંધ થયા બાદ અત્યાર સુધી રી-પ્રોગ્રામ ન થઈ શકેલ એટીએમ માત્ર 100 (અથવા 50) રૂપિયાની નોટ જ આપી શકે છે, માટે તે ઝડપથી ખાલી થઈ રહ્યા છે.
ઈટીના અહેવાલ અનુસાર મશીનમાં નવા પાર્ટ લગાવવાના છે જેની અછતને કારણે મુશ્કેલી આવી રહી છે. એક ઉચ્ચ અધિકારી અનુસાર, ચીનથી ખરીદીને પાર્ટ્સ ભારત લાવવામાં આવી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન અરૂંધતિ ભટ્ટાચાર્યએ કહ્યું કે, મેગ્નેટિક યુક્તિ અને હાર્ડવેર, જેને મેગ્નેટિક સ્પેસર અને વેજના નામથી ઓળખવામાં આવે છે, તે સ્ટોકમાં નથી. એક વખત અમારી પાસે સપ્લાઈ આવી જશે તો તમામ એટીએમ શરૂ કરવામાં એક સપ્તાહથી વધારેનો સમય નહીં લાગે. જોકે તમામ મશીનને આ પાર્ટ્સની જરૂર નથી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકા દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ કર્યાના 12 દિવસથી વધારે સમય થઈ ગયો છે. પરંતુ અત્યાર સુધી દેશના 202000 એટીએમમાંથી માત્ર 22500 જ નવી નોટ માટે તૈયાર થઈ શક્યા છે. એટીએમને રી કેલિબરેટ કરવાની ધીમી ગતિએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. જોકે તેની પાછળનું ખરેખર કારણ કંઈક અન્ય જ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -