બેંક ખાતામાં 50,000થી ઓછી રકમ જમા કરાવનારનો હવે વારો, બીજા કોણ કોણ ચડશે ઝપટે ? જાણો સરકારની નવી યોજના
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર અભિયાનનો હેતુ એકથી વધુ ખાતામાં છુપાવીને રાખેલી જાહેર કર્યા વિનાની રકમને બહાર કાઢવાનો છે. અત્યાર સુધીમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટના 14.50 લાખ કરોડમાંથી 10 લાખ કરોડથી વધુ રકમ બેંકોમાં જમા થઇ ચૂકી છે. હવે બાકી રહેલી રકમને બહાર કાઢવા નવું અભિયાન શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત 8 નવેમ્બર પછી બ્લેક મનીનો ઉપયોગ કરી થયેલા પ્રોપર્ટીના સોદા અને રજીસ્ટ્રેશનની પણ તપાસ કરવા તૈયારી થઇરહી છે. આ ઝૂંબેશ 30 ડિસેમ્બર બાદ શરૂ થશે. આ ઝૂંબેશ હેઠળ શંકાસ્પદ મામલામાં પરિવારના સભ્યોનાં ખાતાં અને 8 નવેમ્બર બાદ ખોલવામાં આવેલાં નવા ખાતાંની પણ તપાસ થશે.
કેન્દ્ર સરકાર હવે આવા લોકો પર તવાઈ લાવશે અને તેમણે જમા કરાવેલી રકમ ક્યાંથી આવી તેની તપાસ થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર એવાં લોકરોની પણ તપાસ કરશે કે જે 8 નવેમ્બર પછી ઓપરેટ થયા હોય. આ ખાતામાં સોનુ, 2000 રૂપિયાની નવી નોટો, વિદેશી કરન્સી કે અન્ય મૂલ્યવાન ચીજો છુપાવીને રાખી હોઈ શકે છે.
બેંક ખાતામાં 50,000 રૂપિયા જમા કરાવો તો PAN આપવો ફરજીયાત છે પણ તેનાથી ઓછી રકમ જમા કરાવો તો PAN ફરજીયાત નથી. આ જોગવાઈનો લાભ લઈને ઘણાં લોકોએ પોતાનાં એકથી વધુ ખાતાંમાં 45,000 રૂપિયાથી 49,000 રૂપિયા સુધીની રકમ જમા કરાવી હતી કે જેથી આવકવેરા વિભાગની નજર તેમના પર ના પડે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાની જાહેરાત કરી એ પછી કાળાં નાણાં ધરાવનારા લોકોએ પોતાની હરામની કમાણીનો નિકાલ કરવા માટે જુદા જુદા રસ્તા અપનાવ્યા હતા. કેટલાક લોકોએ આવકવેરા ખાતાની નજરથી બચવા માટે એક કરતાં વધું બેંક ખાતાંમાં 50,000 રૂપિયા કરતાં ઓછી રકમ જમા કરાવી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 30 ડિસેમ્બર પછી કાળાં નાણાં સામે વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક કરશે અને આ વખતે એવા લોકો ઝપટે ચડશે કે જેમણે પોતાનાં બેંક ખાતામાં 50,000 રૂપિયા કરતાં ઓછી રકમ જમા કરાવી હશે. આ ઉપરાંત 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરાયા પછી ખાતાં ખોલાવનારા પર પણ તવાઈ આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -