એટીએમ-સેવિંગ્સ ખાતાંમાંથી ઉપાડની મર્યાદા હટાવવા અંગે કેન્દ્રની મોટી જાહેરાત, વાંચો ક્યારથી હટશે મર્યાદા ?
નવી દિલ્લી: સરકારે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં 24 હજાર રૂપિયાની અઠવાડિયે કેશ વિથડ્રૉઅલ ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે. આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કહ્યું કે બહુ ઓછા લોકો અઠાવાડિયામાં 24 હજાર સેવિંગ એકાઉન્ટમાંથી ઉપાડે છે. તેને જોતા ટૂંક સમયમાં RBI અઠવાડિયે કેશ લિમિટ હટાવવવાનો નિર્ણય લઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા એટીએમથી 2000 રૂપિયા ઉપાડી શકતા હતા. બાદમાં એટીએમથી 2500 રૂપિયા ઉપાડવાની મંજૂરી મળી. નોટબંધીના 50 દિવસ બાદ આ મર્યાદા વધારીને 4500 રૂપિયા કરી દેવામાં આવી. જાન્યુઆરીમાં તેને વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી.ત્યારબાદ હવે એક અઠવાડિયામાં 24 હજાર રૂપિયા ઉપાડી શકાશે.
એટીએમમાં રોકડ ઉપાડની મર્યાદામાં એક ફેબ્રુઆરીથી રાહત અપાઈ હતી. પરંતુ બીજી વખત પૈસા ઉપાડવા માટે એક અઠવાડિયાની રાહ જોવી પડશે. મહત્વપૂર્ણ છે કે નોટબંધી બાદ એટીએમથી પૈસા ઉપાડવાની મર્યાદા સતત વધારવામાં આવી હતી. હાલમાં જ આ મર્યાદા 4500થી વધારીને 10000 રૂપિયા રોજની કરી દેવામાં આવી હતી. આરબીઆઈએ બેન્કોને આ સલાહ આપી હતી કે તેઓ ગ્રાહકોને કેશથી નોન કેશ મોડ પર લઈ જવાના પ્રયાસ કરે.
મેટ્રો શહેરોમાં બીજા બેન્કના એટીએમના ઉપયોગથી મહિનામાં 3 અને શહેર વિસ્તારોમાં 5 વખત જ ફ્રી છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા ચાર્જ લાગે છે. એક સાથે વધુ પૈસા ઉપાડતા આ ખર્ચમાં થોડી બચત થશે.
કરન્ટ એકાઉન્ટમાં એક અઠવાડિયામાં પૈસા ઉપાડવાની મર્યાદા 50 હજાર રૂપિયા હતી. જને જાન્યુઆરીમાં તેને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી. ત્યારબાદ હવે કરન્ટ એકાઉન્ટ્સ, કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા તાત્કાલિક ખતમ કરી દેવામાં આવી.
પહેલા બેન્કમાં સેવિંગ્સ એકાઉન્ટ્સમાંથી એક અઠવાડિયામાં 10 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા હતી જેને વધારીને 24 હજાર કરવામાં આવી છે. સેવિંગ એકાઉન્ટ્સ પર રોકડ ઉપાડ ચાલુ રહેશે. તેના કારણે અત્યારે એટીએમથી 24 હજાર રૂપિયાથી વધુ નહીં ઉપાડી શકાય
- - - - - - - - - Advertisement - - - - - - - - -