વિપક્ષનું આજે સંસદની બહાર પ્રદર્શન, નોટબંધી મામલે મોદી સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ
આ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે નોટબંધીની મુશ્કેલી અને અસરને લઇને સમગ્ર દેશમાં એક દિવસની હડતાલ પાડવામાં આવે. જો કે આ બાબતે કોઇ તારીખ નક્કી થઇ નથી પરંતુ દેશવ્યાપી હડતાલ પર આમ સહમતી હતી. આવતીકાલે મમતા બેનર્જી દિલ્હી આવી રહ્યા છે તેઓ જંતર-મંતર ખાતે ધરણા દેશે. ગઇકાલે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે, ગુલાબનબી, સિંધીયા, સુદીપ બંદોપાધ્યાય, શરદ યાદવ, જયપ્રકાશ નારાયણ યાદવ, સીતારામ યેચુરી, ડી.રાજા વગેરે હાજર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે, નોટબંધીને લઇને શેરીઓમાં ઉતરવુ જોઇએ. જો કે બધા પક્ષો એક સાથે ઉતરે કે અલગ-અલગ ઉતરે એ અંગે સહમતી થઇ નથી.
આ બેઠકમાં નક્કી થયુ હતુ કે, નોટબંધી વિરૂધ્ધ સમગ્ર વિપક્ષ એકસાથે લોકોની તકલીફ ઉઠાવે અને સંસદમાં આ મુદ્દે સરકારને સાણસામાં લે. બેઠકમાં રાહુલે સૂચન કર્યુ હતુ કે, સત્ર દરમિયાન બધા વિપક્ષ વચ્ચે નિયમિત બેઠક થવી જોઇએ અને જે અંગે સહમતી પણ થઇ હતી. મીટીંગમાં નક્કી થયુ હતુ કે, એક સાથે રાષ્ટ્રપતિ મુખર્જીને મળીને આ મામલાને તેમની સામે ઉઠાવવો. આ માટે વિપક્ષો સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે અને રાષ્ટ્રપતિને મળીને તેમને આવેદન સોંપશે. જો કે તારીખ નક્કી થઇ નથી.
નવી દિલ્હીઃ નોટબંધી લાગુ થયાના બે સપ્તાહ બાદ મંગળવારે વિપક્ષ આરપારના મૂડમાં આવી ગયા છે. જે અંતર્ગત આજે દિલ્હીમાં પ્રદર્શન કરવાની જાહેરાત વિપક્ષે કરી છે. બીજીબાજુ ભાજપે આ અભિયાનને વિરોધ કરનારાઓ દ્વારા છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
આજે લોકસભા તથા રાજયસભાના ર૦૦થી વધુ સાંસદો મળીને સંસદભવન સંકુલમાં ગાંધીની પ્રતિમા સામે ધરણા દેશે. સંસદની આગામી રણનીતિ પર આયોજીત વિપક્ષની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીથી લઇને વિપક્ષના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -