આવક કરતાં વધારે રકમ જમા કરાવી તો ટેક્સની સાથે-સાથે ચૂકવવો પડશે દંડ, જાણો કેટલો થશે દંડ
ખાતા ધારક દ્વારા જાહેર કરવામાં આવેલી આવક સાથે તાળો ન મળે તો તે આવકને કરચોરી તરીકે ગણવામાં આવશે અને તેના પર કરવેરાની રકમ ઉપરાંત કરપાત્ર આવક પર આવક વેરા કાયદાની કલમ ૨૭૦ (એ) હેઠળ ૨૦૦ ટકા પેનલ્ટી વસૂલ કરવામાં આવશે તેમ અઢિયાએ કહ્યું હતું. નાના વેપારીઓ, ગૃહિણીઓ, કલાકારો અને કામદારો કે જેની પાસે ઘરે બચતપેટે થોડીક રકમ પડી છે તેમને કરવેરા વિભાગની તપાસ અંગે ચિંતા કરવાની જરૂર નથી તેમ જણાવતાં અઢિયાએ ઉમેર્યું હતું કે ‘આવા લોકોની સંખ્યા ઓછી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે જણાવ્યું હતું કે, ૧૦ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ સુધી દરેક ખાતામાં ૨.૫ લાખથી વધુની મર્યાદામાં જમા થનારી તમામ રોકડનો અહેવાલ સરકાર મેળવતી રહેશે. આવક વેરા વિભાગ થાપણધારકો દ્વારા ફાઇલ કરવામાં આવેલી ઇન્કમ ટેક્સ રિટર્ન્સ સાથે તેનો તાળો મેળવશે અને તે પછી યોગ્ય પગલાં લેવામાં આવશે.
નવી દિલ્હીઃ સરકારે ચેતવણી આપી છે કે મોટી નોટનું ચલણ બંધ કર્યા બાદ તેને જમા કરાવવાની 50 દિવસની છૂટની મર્યાદામાં 2.5 લાખ રૂપિયાથી વધારે રોકડ જમા કરાવવાના મામલે જો તમારા ટેક્સ રિટર્ન સાથે તે મેળ નહીં ખાય તો ટેક્સ ઉપરાંત 200 ટકા સુધીનો દંડ ભરવો પડી શકે છે. રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ ટ્વીટર પર આ જાણકારી આપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -