બળાત્કારી બાબા રામ રહીમને બે રેપના કેસમાં મળી 20 વર્ષની જેલની સજા, હરિયાણાના ફૂલ્કામાં બે ગાડીઓને આગ લગાવાઇ
સજાની જાહેરાત થતાની સાથે બાબા રામ રહીમ ખુરશી છોડી જમીન પર બેસી રડવા લાગ્યો હતો. બાબાએ કોર્ટ સમક્ષ ઓછી સજાની ભીખ માંગી હતી. બાબા પોતાની સજાના વિરુદ્ધમાં હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સાધ્વી પર બળાત્કાર કરવાના દોષિત ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલા સીબીઆઇની વિશેષ અદાલતે બે અલગ અલગ રેપ કેસમાં 10-10 વર્ષ કેદની સજા આપવામાં આવી છે. ગુરમીતે કોર્ટમાં આંખમાં આંસુ સાથે દયાની ભીખ માંગી હતી. સજાની જાહેરાતની સાથે હરિયાણામાં ડેરા સચ્ચા સૌદાના સમર્થકોએ હિંસા શરૂ કરી દીધી છે.
રામ રહીમની સજાની સુનાવણીને પગલે પંજાબ અને હરિયાણામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સિરસામાં ડેરા પ્રમુખના સમર્થકોએ હિંસા શરૂ કરી દીધી છે. સિરસાના પાસે ફુલ્કામાં બે ગાડીઓને આગ લગાડી દેવામાં આવી છે. હરિયાણા અને પંજાબમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પંચકૂલા હિંસાને ધ્યાનમાં રાખીને સરકાર ડેરા પ્રેમીઓને રોહતકથી દૂર રાખ્યા છે. જેલના 10 કિમીના ઘેરાવમાં સાત લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અનેક જગ્યાએ તારની વાડ ઉભી કરાઈ છે. અર્ધલશ્કરી દળોની 23 કંપનીઓએ મોર્ચો સંભાળી લીધો છે. 1500 પોલીસ કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે.
સૈન્યની 18 કોલમ પણ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે. ડેરા સાથે સંકળાયેલા મહત્ત્વના લોકોની અટકાયત કરવામાં આવી છે. જિલ્લામાં લોકોની અવરજવર પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પંજાબના 9 શહેરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -