પંચકુલામાં હિંસા ફેલાવનાર ડેરાનો માસ્ટરમાઈન્ડ દિલાવર ઈંસાની પોલીસે કરી ધરપકડ
દિલાવર ઈંસા ડેરાનો પ્રવક્તા હતો અને સિરસા ડેરામાં જોડાયેલા લોકો અનુસાર તે રામ રહિમનો ખૂબજ ખાસ માણસ હતો. રામ રહીમને કોર્ટમાંથી ભગાડવા માટેનો પ્લાન દિલાવરે અને હનીપ્રીતે સાથે મળીને બનાવ્યો હતો એવું માનવામાં આવી રહ્યું છે. દિલાવર તો પોલીસના પકડમાં આવી ગયો છે પણ હનીપ્રીત હજુ પણ ફરાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહનીપ્રીત ક્યાં છે, તેની તમામ જાણકારી દિલાવર પાસે હોવાની આશા છે. દિલાવરની ધરપકડ અનેક દાવા પરથી પડદો ઉઠી શકે છે. જેમાં હનીપ્રીતના વિદેશ ભાગવાની વાતો કહેવામાં આવી છે. સાથે રામ રહીમના અનેક કાળા કરતૂતોની સામે આવી શકે છે.
પોલીસ અનુસાર, દિલાવર ઈંસાના ઈશારે પંચકૂલામાં હિંસા ભડકાવવામાં આવી હતી. અને આ હિંસા વચ્ચે રામ રહીમને ભગાડવાનો પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો. જેના બાદ તે પોલીસની નજરમાંથી ફરાર થઈ ગયો હતો. દિલાવર પર પોલીસે દેશદ્રોહ, હિંસા ફેલાવવા અને રામ રહીમને ભગાડવાનો કેસ દાખલ કર્યો છે.
સોનીપત: પોલીસને રામ રહીમના ખૂબજ નજીકના વ્યક્તિ દિલાવર ઈંસાની 20 દિવસથી તલાશ હતી. તેને કાલે હરિયાણના સોનીપતમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. દિલાવર ઈંસા પર 25 ઓગસ્ટે જ્યારે રામ રહીમ કોર્ટમાં હાજર થયો હતા ત્યારે પંચકુલામાં હિંસા ભડકાવવાનો આરોપ છે. પોલીસને હવે દિલાવર બાદ ફરાર હનીપ્રીતની તાલશ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -