ABP ન્યૂઝ-સી વોટર સર્વે: યૂપીમાં માયાવતી-અખિલેશની જોડીથી ભાજપને લાગી શકે છે મોટો ઝટકો
નવી દિલ્હી: દેશમાં આગામી લોકસભા ચૂંટણી 2019માં થવાની છે. ત્યારે એબીપી ન્યૂઝ-સી વોટરે સામાન્ય ચૂંટણી પહેલા મોટો સર્વે કર્યો છે. આ સર્વે પ્રમાણે વર્ષ 2019 માં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે અને કૉંગ્રેસ અલગથી ચૂંટણી લડે તો શું પરિણામ આવશે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સર્વે ઓગસ્ટના અંતિમ અઠવાડિયાથી લઈને સપ્ટેમ્બરના અંતમિ અઠવાડિયા સુધી કરવામાં આવ્યો છે. આ સર્વ દેશભરમાં તમામ 543 લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો છે. અને 32 હજાર 547 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 80 લોકસભા બેઠકવાળા ઉત્તરપ્રદેશમાં વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપ 71 બેઠકો પર જીત મેળવી હતી. મોદી લહેરી આવી અસર હતી કે સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી હતી અને જ્યારે માયાવતીની પાર્ટી બસપા ખાતું પણ ખોલાવી શકી નહતી.
એસપી-બીએસપી ગઠબંધન અને કૉંગ્રેસ અલગથી ચૂંટણી લડે ત્યારે સર્વે પ્રમાણે 80 બેઠકોમાંથી ભાજપને 36, કૉંગ્રેસને 2 અને મહાગઠબંધનને 42 બેઠકો મળી શકે છે.
જો ઉત્તરપ્રદેશમાં માયાવતી એકલા ચૂંટણી લડે તો સર્વે પ્રમાણે 80 સીટો માંથી ભાજપને 70, કૉંગ્રેસને બે અને અન્યને 8 બેઠકો મળી શકે છે. સર્વે પ્રમાણે જો કૉંગ્રેસ મહાગઠબંધનમાં સામેલ થાય ત્યારે 80 બેઠકોમાંથી ભાજપને 24 અને મહાગઠબંધનને 56 બેઠકો મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -