પેટ્રૉલ-ડિઝલના ભાવમાં ભડકો, ડિઝલની કિંમતોએ તોડ્યા બધા રેકોર્ડ, જાણો વિગતે
ધીરે ધીરે કરીને 8 મહિનામાં સરકારે લગભગ 10 રૂપિયા સુધીની કિંમત વધારી દીધી છે. સૌથી પહેલા 1 જાન્યુઆરી- 59.70, 1 ફેબ્રુઆરી- 64.11, 1 માર્ચ- 62.25, 1 એપ્રિલ- 64.58, 1 મે- 65.93, 1 જૂન- 69.20, 1 જુલાઇ- 67.38, 1 ઓગસ્ટ- 67.82 અને 27 ઓગસ્ટ- 69.32ના રોજ કિંમત રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર કહે છે કે, પેટ્રૉલ અને ડિઝલની કિંમતો અમે નક્કી નથી કરતાંસ માર્કેટ નક્કી કરે છે. પણ જ્યારે સરકાર આ દલીલ કરે છે ત્યારે એ નથી કહેતી કે પેટ્રૉલ અને ડિઝલ પર અમે કેટલી કમાણી કરી રહ્યાં છીએ. બન્ને ઉપર સરકાર ટેક્સથી અઢળક આવક કમાઇ લે છે.
ડિઝલની કિંમતો માટે આ ખાસ મહત્વનું એટલા માટે છે કે તેના પર જ માલ-સામાન અને ટ્રાન્સપોર્ટનું કામકાજ ચાલી રહ્યું છે. ડિઝલ મોંઘુ થશે તો બજારમાં ફરીથી મોંઘવારી વધી જશે. બીજી ખાસ વાત એ છે કે પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં બહુ જ ઓછો ફરક રહી ગયો છે.
નવી દિલ્હીઃ પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં ફરી એકવાર ભડકો થયો છે. ડિઝલની કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો. ડિઝલની કિંમતોએ આજે હાઇએસ્ટ લેવલ પાર કરીને અત્યાર સુધીના બધા રેકોર્ડને તોડી દીધા છે. આજે દિલ્હીમાં ડિઝલની કિંમત 69 રૂપિયા 46 પૈસાએ પહોંચી ગઇ, આટલું મોંઘુ ડિઝલ ક્યારેય નથી વેચાયું. જ્યારે પેટ્રૉલની કિંમત 77 રૂપિયા 91 પૈસા રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -