ભારત-ચીન એકબીજાને હરાવી નથી શકતા, “હિંદી-ચીની ભાઈ ભાઈ” ની ભાવના જ યોગ્ય ઉપાય : દલાઈ લામા
નવી દિલ્લી: તિબેટેના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ આજે એક કાર્યક્રમમાં ડોકલામમાં ચાલી રહેલા તણાવ મુદ્દે કહ્યું કે, ભારત અને ચીન એકબીજાને હરાવી નથી શકતા અને બન્ને દેશોએ પાડોશીની જેમ સાથે રહેવું પડશે. તેમણે જોર આપતા કહ્યું કે, “હિંદી-ચીની ભાઈ ભાઈ” ની ભાવના આગળ વધારવાનો એકમાત્ર ઉપાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે વર્ષ 1951માં સ્થાનિય તિબેટ સરકાર અને પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના વચ્ચે તિબેટની આઝાદી માટે 17 મુદ્દાના એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આજે ચીન બદલાઇ રહ્યુ છે. અને તે સૌથી વધારે આબાદી વાળો દેશ બની ગયો છે. તેમણે ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ ની દીશામાં પાછા ફરવું જોઈએ. ચીનમાં કમ્યુનિસ્ટ સરકાર છે પણ બૌદ્ધ ધર્મને પણ વ્યાપક રૂપે સ્વીકારવામાં આવે છે.
દલાઈ લામાએ કહ્યું કે, હાલની સરહદ સ્થિતિમાં ભારત અને ચાઇના એકબીજાને હરાવી શકતા નથી. બન્ને દેશ પાસે સૈન્ય શક્તિ સંપન્ન છે. તેમણે કહ્યું કે, બન્ને દેશોએ પાડોશીની જેમ સાથે રહેવુ પડશે. તેમણે કહ્યુ કે, સરહદ પાર ગોળીબારીમાં કેટલીક ઘટનાઓ બની શકે છે. તેનાથી કોઇ વાંધો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -