ચીનની ભારતને ફરી ધમકી- ભારતમાં ચીની સૈનિકો ઘુસી જશે તો કોહરામ મચી જશે
ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવેદન ભારત ક્યારેય પણ હુમલાખોર રહ્યું નથી અને તેને સહરદ વધારવામાં કોઈ જ મહાત્વાકાંક્ષા નથી. આ નિવેદન પર જવાબ આપ્યો કે, ચીન શાંતિ ઈચ્છે છે અને તેને દ્ઠતાથી કાયમ રાખે છે. પરંતુ તેની સાથે અમે અમારા વિસ્તારની અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરીશું. અમે કોઈ દેશ કે કોઈ વ્યક્તિને ચીનના ક્ષેત્રીય સંપ્રભૂતાનું ઉલ્લઘંન કરવાની અનુમતિ નહીં આપીએ. તેમણે કહ્યું કે ભારત આ સંઘર્ષને ઉકેલવા માટે ડોકલામ પરથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લેવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, ભારતે ચીનના સડક નિર્માણની આડે આવી હદ વટાવી છે. ચીની સડક નિર્માણ પર ભારતનો તર્ક હાસ્યાસ્પદ છે અને તથ્ય સ્પષ્ટ છે. જો અમે ભારતના હાસ્યાસ્પદ તર્કને સ્વીકાર કરીશું તો તેનો મતલબ છે કોઈને પણ પોતાના પડોશી ઘર પર થતો તણાવ પસંદ નથી તો તે પાડોશીના ઘરમાં ઘુસી શકે છે. ચુનયિંગ અનુસાર “શું આનો મતલબ એ છે કે, જો ચીન વિચારે છે ભારત સરહદી વિસ્તારમાં મોટા પાયે અંતરમાળખાના નિર્માણ માટે ખતરો છે તો તે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશી શકે છે? શું તે સંપૂર્ણ અફરા તફરી નહીં હોય?
ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ડોકલામ સરહદ પર ચીની સડક નિર્માણને ભારતને પોતાના માટે ખતરો ગણાવવું એ તેમની હાસ્યાસ્પદ અને નિપુણ ચાલ છે. ચીન કોઈ પણ દેશ કે વ્યક્તિને તેમના વિસ્તારના સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાની પરવાનગી નહીં આપે.
બેઈજિંગ: ભારત ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ચીને ફરી ડોકલામને લઈને ભારતને ધમકી આપતા ચીનના વિદેશમંત્રાલયે કહ્યું કે, ચીનની સડક પરિયોજનાને પોતાના માટે ખતરો ગણાવી ભારતીય સૈનિક ડોકલામમાં ઘુસી આવ્યા છે. શું આવી રીતે ચીન ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટને ખતરો માની ભારત ઘુસી જઈએ તો. જો આવુ થાય તો ભારતમાં ઉથલ-પુથલ મચી જશે. ચીને શરૂઆતથી જ ડોકલામને પોતાનો ભાગ ગણાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -