વિશ્વમાં પ્રથમ વખત કોઈ સરકાર ઘરે બેઠા સેવાઓ આપશે, દિલ્હીની કેજરીવાલ સરકારની યોજના લોન્ચ
જે લોકોને આવક, જન્મ, મૃત્યુ, જાતી, લગ્ન વગેરેના દાખલા કે પ્રમાણપત્ર જોતા હોય તેમજ રાશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ, વિજળી-પાણી કનેક્શન વગેરે માટે અરજી કરવી હોય તેઓએ ૧૦૭૬ નંબર પર ફોન કરવાનો રહેશે અને પોતાની જરૂરીયાત લખાવવાની રહેશે. બાદમાં મોબાઇલ સહાયક માટે ફોન કરનારે સમય સ્થળ અને તારીખ આપવાનો રહેશે. રવિવારે પણ આ સેવા ચાલુ રહેશે. સેવાનો ચાર્જ ૫૦ રૂપિયા રહેશે જે ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પણ ચુકવી શકાશે. અને ડોક્યુમેન્ટ્સ સ્પીડ પોસ્ટથી બાદમાં ઘરે આવી જશે. આવી આશરે ૧૦૦ જેટલી સેવાઓ કેજરીવાલ સરકાર પહોંચાડવા માગે છે, હાલ પહેલા તબક્કામાં ૪૦ સેવાઓ પહોંચતી કરવાનું શરૂ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેજરીવાલે સાથે આ યોજનાનો વિચાર કોનો છે તે અંગે પણ માહિતી આપી હતી, કેજરીવાલે જણાવ્યું હતું કે આ યોજનાનો વિચાર ગોપાલ મોહનનો છે, ગોપાલ મોહન મારા ટેક્નિકલ સલાહકાર છે. ગોપાલ મોહન અરવિંદ કેજરીવાલના લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ સ્ટ્રેટેજિસ્ટ ગણાતા હતા. આ ઉપરાંત અન્ના હજારેનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પણ કેજરીવાલની સાથે ગોપાલ મોહન જોવા મળ્યા હતા. મીડિયાની ચકાચૌંધથી દુર રહેનારા ગોપાલ મોહન લો પ્રોફાઇલ વ્યક્તિ મનાય છે. તેઓ ત્રણ વર્ષથી કેજરીવાલની આ ડોર સ્ટેપ ડીલીવરીની યોજનાની સાથે હવે ઘરે લોકોને રાશન પણ પહોંચતુ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. પહેલા તબક્કામાં આ ૪૦ સેવાઓનો લાભ માત્ર ૫૦ રૃપિયામાં ઘરે પહોંચાડાશે, યોજનાનો કોન્ટ્રાક્ટ વીએફએસ ગ્લોબલને સોપવામાં આવ્યો છે.
દિલ્હી સરકાર જે 40 સેવાનો લાભ ઘેર બેઠે આપશે તેમાં જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, લગ્નનું રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી, નવુ પાણી કનેક્શન કે સીવર કપાવવાની અરજીનો પણ સમાવેશ થાય છે. આવી આશરે ૪૦ જેટલી સરકારી સેવાઓ છે કે જેના માટે જનતાએ લાંબી લાઇનોમાં ઉભા રહેવુ પડતું હતું. જોકે હવે તેમાંથી છુટકારો મળી જશે અને સરકારી અધિકારી કે કર્મચારી સામે ચાલીને લોકોના ઘરે જઇને આ સેવાનો લાભ પહોંચતો કરશે. સોમવારે આ યોજનાને કેજરીવાલ સરકારે ખુલ્લી મુકી દીધી હતી. સાથે એવા દાવા થઇ રહ્યા છે કે વિશ્વમાં આ પ્રકારની યોજના માત્ર અને માત્ર દિલ્હીમાં જ શરૂ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે 40 સેવાઓની હોમ ડિલિવરી એટલે કે સેવી સીધા ઘરે બેઠે આપવાની શરૂઆત સોમવારથી કરવા જઈ રહી છે. કેજરીવાલ સરકારનો દાવો છે કે આ દેશ નહીં પરંતુ વિશ્વમાં પ્રથમ વખત થઈ રહ્યું છે જેમાં લોકોને 40 સેવાઓ માટે સરકાર વિભાગ કે ઓફીસના ધક્કા ખાવા નહીં પડે, ન તો લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે પરંતુ સરકાર ખુદ અરજદારના ઘરે આવીને સેવા આપશે. સોમવારે સવારે દિલ્હી સરકારના હેડક્વાર્ટર દિલ્હી સચિવાલયમાં ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની સમગ્ર કેબિનેટની સાથે આ યોજનાની શરૂઆત કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -