ગોવામાં હવે જાહેરમાં નહીં પી શકાય દારુ, રુલ્સ તોડ્યો તો થશે આટલો દંડ, જાણો વિગતે
આ કાયદાથી એવા લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવશે જે ચોક્કસ જગ્યા સિવાય ગમે ત્યાં કચરો ફેંકી દે છે. આ બે પગલાંથી રાજ્યમાં ગંદકીની મુશ્કેલીથી 90 ટકા રાહત મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિકરે ગુરુવારે રાજ્ય પંચાયત વિભાગના સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમને કહ્યું કે, ટુંકસમયમાં જ ગોવામાં પબ્લિક પ્લેસ પર દારુ પીવો ગુનો માનવામાં આવશે. કાયદો તોડનારાને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર બજેટ સેશન બાદ એક બીલ લાવશે. ગોવા વિધાનસભામાં બેજટ સેશન આ મહિનાના અંતમાં શરૂ થશે.
પણજીઃ ગોવામાં સહેલાણીએ અને પ્રવાસીઓ હરવા ફરવાની સાથે દારુની મોજ માણવા જતાં હોય છે, પણ હવે આ તમારે માટે જોખમરૂપ બની શકે છે. કેમકે ગોવામાં હવે એક નવો કાયદો બનવા જઇ રહ્યો છે. જે અંતર્ગત દારુ પીવાથી અલગ અલગ જાહેર જગ્યાઓએ દંડની જોગવાઇ રહેશે.
મનોહર પરિકરે કહ્યું કે, લોકો દારુ પીધા પછી ખાલી બૉટલ્સ જાહેર સ્થળો અને રસ્તાંઓ પર ફેંકી દે છે. જેના કારણે ગંદકી વધુ ફેલાય છે. સરકાર સફાઇ સાથે જોડાયેલા તેમજ પહેલાથી ઉપલબ્ધ કાયદેમાં પણ ફેરફાર કરવા જઇ રહી છે. આનાથી ગંદકી પર અટકાવામાં ખુબ મદદ મળશે.
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરે કહ્યું કે, જો કોઇ વ્યક્તિ દારુ પીતા પકડાઇ જશે તો તેને પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. સરકારા અનુસાર, આ પગલું ગોવામાં વધતી ગંદકીને રોકવા માટે લેવામાં આવ્યું છે. અહીં ટુરિસ્ટ અને લૉકલ લોકો દારુ પીધા પછી ખાલી બૉટલ અને અન્ય સામાન ત્યાં જ ફેંકી દે છે. જેના કારણે ગંદકી ફેલાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -