ભારતમાં રહેવા માટે નંબર વન શહેર પુના, ગુજરાતના એકપણ શહેરનો સમાવેશ નહી, જાણો કોણ છે ટોપ-10માં
ટોપ-10 શહેરોની યાદી આ પ્રમાણે છે. પુના, નવી મુંબઈ, મુંબઈ, તિરુપતી, ચંદીગઢ, થાણે, રાયપુર, ઈન્દોર, વિજયવાડા, ભોપાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય આવાસ અને વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે આ યાદી જાહેર કરી હતી. શહેરોમાં સરળ જીવનને લઈને સરકાર તરફથી હાથ ધરવામાં આવેલો આ પ્રથમ સર્વે છે. પુરીએ કહ્યું કે સરકાર સામાન્ય માણસના જીવન જીવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સતત કામ કરી રહી છે. તેના માટે સ્થાનિક સરકારોને નાણાકિય સહાય અને ટેક્નોલોજી પૂરી પાડવામાં આવી રહી છે. તેઓએ કહ્યું કે, 'સુગમ જીવન' સ્તરનું આકલન કરવા માટે દેશભરના શહેરોમાં સર્વે કરવામાં આવ્યું હતું. તેના દ્વારા શહેરો વચ્ચે પ્રતિસ્પર્ધા વધશે અને તેમને સુધાર કરવાની તક મળશે.
સર્વેમાં શહેરોનું આકલન કરવા માટે ચાર સ્કેલ રાખવામાં આવ્યા હતા. સંસ્થાગત, સામાજિક, આર્થિક અને ભૌતિક પરિસ્થિતિઓ. તેમાં 15 શ્રેણીઓ અને 78 સૂચક હતા. તમામ 78 સૂચકો માટે 100 પોઇન્ટ હતા. સંસ્થાગત અને સામાજિક શ્રેણી માટે 25-25 પોઇન્ટ હતા. ભૌતિક પરિસ્થિતિઓ માટે વધુમાં વધુ 45 પોઇન્ટ હતા. બાકી 5 પોઇન્ટ આર્થિક સ્તરના હતા.
નવી દિલ્હી: શહેરી વિકાસ મંત્રાલયની એક રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રનું પુના શહેર રહેવા માટે લોકોની પ્રથમ પસંદ છે જ્યારે દેશની રાજધાની દિલ્હીને 65મો ક્રમાંક મળ્યો છે. લિવેબિલિટી ઇન્ડેકસ્માં પુના શહેર પ્રથમ નંબર પર છે, જ્યારે નવી મુંબઈ બીજા અને ગ્રેટર મુંબઈ ત્રીજા સ્થાને છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની સાથે ઈન્દોરે પણ ટોપ 10માં જગ્યા બનાવી છે. ઉત્તર પ્રદેશ,પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, તામિળનાડૂના કોઈપણ શહેરે ટોપ-10માં જગ્યા નથી બનાવી. ભારતમાં રહેવા માટે ઉત્તમ શહેરોની યાદીમાં ગુજરાતના એક પણ શહેરનો સમાવેશ નથી થયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -