હાર્દિકની કાર પર ક્યા થયો હુમલો, ઇંડા અને પથ્થર ફેંકાયા
આ ઘટના બાદ હાર્દિક પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના જબલપુરમાં મામા શિવરાજસિંહના ચેલાઓએ અમારું સ્વાગત ઇંડાથી કર્યું હતું. આજે જબલપુરના પનાગર જતા સમયે આગાચોક પર મારી ગાડી પર ઇંડા વરસાવ્યા હતા. બાદમાં નામર્દો ભાગી ગયા હતા. અરે મામા શિવરાજ ઇંડાથી આ હાર્દિક રોકાવાનો નથી, બંદૂકની ગોળી ચલાવો. જ્યા સુધી મારામાં લોહી છે ત્યાં સુધી મારી લડાઇ ચાલુ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોપાલઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ રેલીને સંબોધવા માટે મધ્યપ્રદેશના જબલપુર પહોંચ્યો હતો. અહી હાર્દિકની કાર પર અજાણ્યા વ્યક્તિઓ દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. હાર્દિકની કાર પર ઇંડા અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ દિવસની જબલપુર યાત્રા પર પહોંચેલો હાર્દિક જ્યારે બીજેપી કાર્યાલય પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની કાર પર હુમલો થયો હતો અને તેની કાર પર ઇંડા અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં થઇ રહેલા ગાંવ બંધ આંદોલન વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસીય યાત્રા પર જબલપુર પહોંચ્યા હતા. જબલપુરમાં હાર્દિકની રેલી યોજાવાની હતી પરંતુ વહીવટીતંત્રએ મંજૂરી આપી નહોતી અને કહ્યું કે, ખેડૂત આંદોલન દરમિયાન હાર્દિકને રેલીની મંજૂરી આપી શકાય નહીં.
વાસ્તવમાં હાર્દિક જબલપુરના પનાગરમાં યોજાનારા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેની કાર પર હુમલો થયો હતો. કેટલાક લોકોએ તેનો વિરોધ કરી કાર પર ઇંડા ફેંક્યા હતા. જોકે, પોલીસે તરત હુમલાખોરોને પકડી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -