નોટબંધી બાદ રોકડની અછતને પહોંચી વળવા સરકારના હવાતિયાં, નવી નોટોના કાગળ આઠ વિદેશી કંપનીઓ સપ્લાય કરશે
ચલણી પેપરના કરારોની વિગતો જાહેર કરાઇ નથી. પરંતુ એવું જાણવા મળ્યું છે કે જે આઠ કંપનીઓને આ કોન્ટ્રાક્ટ્સ મળ્યા છે તેમાં લાંક્વાર્ટ (સ્વિત્ઝર્લેન્ડ), કોમ્સ્કો (દક્ષિણ આફ્રિકા), આર્જોવિગ્ગિન્સ (ફ્રાંસ), ક્રેન (સ્વીડન), ગોઝનાક (રશિયા), પીટી પૂરા (ઇન્ડોનેશિયા), ફેબ્રિઆનો (ઇટાલી) અને લુઇસેન્થલ (જર્મની)નો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય રિઝર્વ નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (બીઆરબીએનએમપીએલ)ની વડામથકે ટેન્ડરિંગની પ્રક્રિયાના ભાગરુપે આવેલા કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે મર્યાદિત ટેન્ડર માટે જે કંપનીઓને આમંત્રણ આપવામાં આવી હતી તે નવ કંપનીઓમાંથી આઠના ટેક્નીકલ અને એ પછી ફાયનાન્સિયલ બિડ્સની ચકાસણી કરાઇ હતી અને ઓર્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા હતા. દરેક વિદેશી કંપનીને કેટલા ઓર્ડરો આપવા તે અંગે ચોક્કસ માપના લેટર્સ ઓફ ઇન્ટેન્ટને ટૂંકમાં જ અંતિમ સ્વરૂપ અપાશે. હાલમાં વિદેશી કંપનીઓને મોટાભાગે ૧૦૦,૫૦, ૨૦, અને ૧૦ની પ્રિન્ટિંગ ચલણી નોટોના કોન્ટ્રાક્ટ્સને અંતિમ સ્વરૂપ અપાયા છે. જે સ્પષ્ટ સંકેત આપે છે કે ભારતમાં ૨,૦૦૦ અને ૫૦૦ની નોટોનું છાપકામ ભારતમાં ઉત્પાદિત બેંકનોટના કાગળ પર જ થશે.
બેંકનોટ પેપરમાં વેપાર કરતી કેટલીક મોટી કંપનીઓ જર્મની, સ્વિત્ઝર્લેન્ડ અને ઇટાલીની છે. તેમને આ કોન્ટ્રાક્ટ્સ મળી ગયા છે. બ્રિટિશ બેંકનોટ કંપની ડી લા રૂ હાજર રહી નથી. જાણવાની વાત એ છે કે આ કંપની દાયકાઓથી ભારતને મોટાપાયે ચલણી કાગળનો પૂરવઠો પાડતી હતી. પરંતુ ૨૦૧૦-૧૧માં તે કેટલાક સિક્યોરિટી ક્લીયરન્સ પાસ કરી શકી ન હતી.
નવી દિલ્હીઃ ભારતને મોટાપાયે ચલણી કાગળોની જરૂર પડી હોવાથી સરકારે આઠ વિદેશી કંપનીઓને નોટ પેપર સપ્લા કરવા માટે સિલેક્ટ કરી છે. આઠ વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓ નીચલા મૂલ્યની ચલણી નોટો માટે ૨૭,૫૦૦ મેટ્રિક ટન કાગળના કોન્ટ્રાક્ટ્સના બિડને અંતિમ સ્વરૂપ આપવા બેંગાલુરુમાં આવી ગયા છે. આ નોટોનો પૂરવઠો એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન ભારતને પૂરા પાડવામાં આવશે. એનો મતલબ કે નવી નોટો છાપવાનું કામ આગામી સંપૂર્ણ વર્ષ દરમિયાન ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -