આ વખત નબળું રહેશે ચોમાસું, અલ-નીનોના કારણે દુકાળની સ્થિતિ ઉભી થવાના અેંધાણ
અલ નીનોની અસર જુલાઈમાં જોવા મળી શકે છે. ૨૦૧૬માં સારા ચોમાસાને કારણે મજબૂત ખરીફ પાક ઉતર્યો હતો પરંતુ આ વર્ષે તેમાં ખરાબ વર્તારો છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, મધ્ય ભારતમાં ચોમાસુ જૂનના બીજા સપ્તાહમાં પહોંચતું હોય છે. જ્યારે ઉત્તર ભારતમાં ૨૨ ૨૪ જૂન સુધીમાં ભારતમાં ચોમાસુ પહોંચવાની સંભાવના રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએજન્સીના માનવા પ્રમાણે, નબળા ચોમાસા માટે અલ નીનોની અસર જવાબદાર છે. અલ નીનો ફરી એક વખત ભારતના ચોમાસા માટે જોખમી પુરવાર થવાનું છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અલ નીનો વધવાને કારણે એશિયામાં દુકાળ અને દક્ષિણ અમેરિકામાં અતિશય વરસાદની સંભાવના વધી છે. એજન્સીના માનવા પ્રમાણે અલ નીનોની સંભાવના કમસે કમ ૬૦ ટકા જેટલી છે.
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, સમગ્ર ભારતમાં તો સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી છે જ પરંતુ, તેમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં અતિ ઓછા વરસાદની સંભાવના છે. આગાહી પ્રમાણે, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે સારો વરસાદ થવાનો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસુ નબળું રહેવાને કારણે દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ખરીફ વાવણી પર વિપરીત અસર થઈ શકે છે. ભારતમાં ૬૦ ટકા લોકો કૃષિ પર નિર્ભર છે અને દેશના મોટાભાગના લોકોનો ખરીફ પાક દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર નિર્ભર રહેતો હોય છે.
નવી દિલ્હીઃ પ્રાઈવેટ વેધર એજન્સી સ્કાઈમેટે મોનસૂનને લઈને પોતાનું પ્રથમ અનુમાન જારી કર્યું છે. તે અનુસાર 2014-15ની જેમ જ ચાલુ વર્ષે પણ દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. સ્કાઈમેટ અનુસાર અલ-નીનો પ્રભાવ વધવાને કારણે ચાલુ વર્ષે સામાન્ય મોનસૂન 50 ટકા રહેવાનો અંદાજ છે. એજન્સી અનુસાર ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની સાથે કેરળમાં પણ ઓછો વરસાદ ધવાની સંભાવના છે. જ્યારે મુંબઈમાં પણ ઓછા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -