સ્વિટ્ઝરલેન્ડની જેટલી જનસંખ્યા છે એટલા પ્રવાસી દરરોજ મુંબઈ લોકલમાં હોય છે
જણાવીએ કે, લોકલની દરેક ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ પણ હોય છે, જેનું ભાડું થોડું વધારે હોય છે અને અન્ય ડબ્બાની તુલનામાં તેમાં ભીડ પણ ઓછી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકલ ટ્રેનમાં ભલે ભીડ હોય પરંતુ તેના માટે ભાડાનો બોજ પ્રવાસીઓના ખીસ્સા પર નથી પડતો. લોકલમાં 120 કિલોમીટર સુધીના પ્રવાસ માટે માત્ર 30 રૂપિયા આપવા પડે છે. જણાવીએ કે આ વિશ્વમાં સૌથી ઓછું ભાડું લેનારી ટ્રેનમાંથી એક છે.
મુંબઈ લોકલ ટ્રેનનું 465 કિલોમીટરનું નેટવર્ક છે, જે મુંબઈથી પુણે આવવા જવાથી પણ વધારે છે. જમાવીએ મુંબઈથી પુણેનું અંતર 150 કિલોમીટર છે. તેમા વેસ્ટર્ન લાઈન ચર્ચગેટથી દહાનુ રોડ સુધી જાય છે જેનું અંતર 120 કિલોમીટર છે. જ્યારે સેન્ટ્રલ લાઈન 54 કિલોમીટર સુધીનો પ્રવાસ કરે છે, જે જીએસટીથી કલ્યાણ, કસારા અને ખોપોલી સુધી પ્રવાસ કરે છે.
મુંબઈ લોકલની ખાસ વાત એ છે કે ટ્રેનની સેવા દિવસમાં માત્ર 90 મિનિટ માટે જ બંધ રહે છે. કારણ કે વેસ્ટર્ન લાઈનના ચર્ચગેટથી પ્રથમ લોકલ સવારે 4.15 કલાકે નીકળે છે જ્યારે બોરીવલીમાં રાત્રે 2.05 કલાકે છેલ્લી ટ્રેન પહોંચે છે.
વેસ્ટર્ન લાઈન અને સેન્ટ્રલ લાઈનમાં સૌથી વધારે લોકો પ્રવાસ કરે છે. વેસ્ટર્ન લાઈનમાં 35 લાક અને સેન્ટ્રલ લાઈન પર અંદાજે 43 લાખ લોકો પ્રવાસ કરે છે. જ્યારે હર્બર લાઈન પર 10 લાખ જેટલા લોકો પ્રવાસ કરે છે. મુંબઈમાં દરરોજ 3000 ટ્રેન દોડે છે જેમાંથી 1306 વેસ્ટર્ન લાઈન પર અને 1710 ટ્રેન સેન્ટ્રલ લાઈન પર સર્વિસ આપે છે.
મુંબઈ લોકલમાં દરરોજ 80 લાખથી વધારે લોકો પ્રવાસ કરે છે અને રેલવે અધિકારી અનુસાર આ આંકોડ વધારે હોઈ શકે છે. વર્ષ 2006માં દરરોજ 67 લાખ લોકો પ્રવાસ કરતાં હતાં જે સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશની જનસંખ્યા બરાબર છે. મુંબઈ લોકલમાં એક વર્ષમાં ત્રણ અબજ લોકો પ્રવાસ કરે છે. જે સમગ્ર વિશ્વની જનસંખ્યાના ત્રીજા ભાગ જેટલી થવા જાય છે.
મુંબઈઃ મુંબઈની લાફલાઈન ગણાતી લોકન ટ્રેનના સ્ટેશન પર નાસભાગમાં 22 લોકોના મોત થયા છે. મુંબઈ લોકલ ટ્રેન એક દિવસમાં લાખો પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી લઈને જાય છે. જ્યારે મુંબઈ વાસીઓ માટે ટ્રેન અંદાજે 22 કલાક પાટા પર દોડે છે અને અનેક કિલોમીટરનો પ્રવાસ કરે છે. આવો જાણીએ મુંબઈની લોકલ ટ્રેન પર કેટલો બોજ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -