રેલવેમાં નથી ‘અચ્છે દિન’, દિગ્ગજ બીજેપી નેતાએ ટ્રેનમાં વીડિયો બનાવી PM અને રેલ મંત્રીને કરી ફરિયાદ, જાણો વિગત
વીડિયોમાં ભાજપ નેતા કહે છે કે, દેશમાં બુલેટ ટ્રેન દોડાવાના બદલે રેલવેમાં સુધારાની જરૂર છે. હું તમને વિનંતી કરું છું કે પ્રવાસીઓ પર દયા કરો. છેલ્લા 24 કલાકતી પરેશાની વેઠી રહ્યા છીએ. તમે બુલેટ ટ્રેનને ભૂલી જાવ, તે પહેલાં અહીં દોડતી રેલગાડીઓ પર ધ્યાન આપો. અમે ઇમેલ પર પીયૂષ ગોયલને ફરિયાદ કરી, હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નથી. રેલવેની સાચી સ્થિતિ શું છે તે જાણવા રેલ મંત્રીએ રેલગાડીમાં આમ આદમીને જેમ મુસાફરી કરવી જોઈએ. રેલવેમાં અચ્છે દિન નથી આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App22 ડિસેમ્બરે ભાજપ નેતા અને અમૃતસર સેન્ટ્રલથી ધારાસભ્ય લક્ષ્મી કાંતા ચાવલાએ અમૃતસર સરયૂ-યમુના એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જઈ રહ્યા હતા. પોતાની આ રેલયાત્રા દરમિયાન રેલગાડીમાં અવ્યવસ્થા જોઈને તેમણે એક વીડિયો શૂટ કર્યો અને વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી હતી.
અમૃતસરઃ કેન્દ્રની મોદી સરકાર દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ઉપરાંત રેલવેને અપગ્રેડ અને આધુનિક કરવાની વાત પણ કરવામાં આવી છે. પરંતુ ભાજપના એક દિગ્ગજ નેતાએ રેલવેની પોલ ઉઘાડી પાડી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી લક્ષ્મી કાંતા ચાવલાએ એક વીડિયો જાહેર કરીને રેલવેની બદતર સ્થિતિ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -