સચિને સાંસદ તરીકે મળેલો 90 લાખ રૂપિયા પગાર વડાપ્રધાન રાહત ફંડમાં કરાવ્યો જમા, જાણો વિગત
સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તેંડુલકરે બે ગામને દત્તક પણ લીધા છે. જેમાં આંધ્ર પ્રદેશના પુત્તમ રાજૂ કેન્દ્રિગા અને મહારાષ્ટ્રના દોંજા ગામનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેંડુલકર અને જાણીતી અભિનેત્રી રેખાએ તેમની સંસદમાં ઓછી હાજરીને લઇ ઘણી વખત આલોચનાનો શિકાર બનવું પડ્યું હતું.
તેંડુલકરે તેના સાંસદ ફંડનો સારો ઉપયોગ કર્યો હતો. તેના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સચિને દેશભરમાં 185 યોજનાઓને મંજૂરી અપાવવા તથા તેને ફાળવવામાં આવેલા 30 કરોડ રૂપિયામાંથી 7.4 કરોડ રૂપિયા શિક્ષણ અને તેને સંલગ્ન માળખાગત સુવિધાના વિકાસમાં ખર્ચ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન કાર્યાલયે પણ સચિનની આ કામગીરીની નોંધ લઇ આભાર પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાને તેમના પ્રશંસનીય કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમનું યોગદાન સંકટગ્રસ્ત લોકોને સહાયતા પહોંચાડવામાં ઘણું મદદગાર સાબિત થશે.
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન કહેવાતા અને તાજેતરમાં રાજ્યસભા સાંસદ તરીકે નિવૃત્ત થયેલા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે તેના સાંસદ તરીકેના કાર્યકાળની સેલરી અને ભથ્થાં વડાપ્રધાન રાહત ફંડમાં આપી દીધા છે. છ વર્ષની ટર્મ દરમિયાન આશરે 90 લાખ રૂપિયા સેલરી અને અન્ય માસિક ભથ્થા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -