Exclusive: નેપાળના બિરાટનગરમાં એક પેટ્રોલ પંપ પર બુરખામાં જોવા મળી હનીપ્રીત
સોમવારે રાત્રે જાણકારી મળી હતી કે બિરાટનગરના પંજાબી પેટ્રોલના નામથી પ્રસિદ્ધ બિજયા ઓટો સર્વિસની બાજુના એક ઘરમાં હનીપ્રીત જોવા મળી હતી. પંજાબી મૂળના બિરાટનગર નેપાળના એક વ્યક્તિ પ્રીતમ સિંહના ઘરમાં હનીપ્રીત છુપાયેલ હોવાના સમાચાર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો અનુસાર નેપાળ પોલીસે પણ ઔપચારિક રીતે હરકતમાં આવી ગઈ છે. મોસ્ટ વોન્ટેડ જાહેર થયા બાદ હવે નેપાળ પોલીસને પણ ધરપકડ કરવાનો આધાર મળી ગયો છે. સૂત્રો અનુસાર, ઇન્ટરપોલ નિયમ અંતર્ગત હવે નેપાળ પોલીસે પણ હનીપ્રીતની ધરપકડ માટે તમામ સ્ટેશનોમાં આદેશ આપ્યા છે.
સૂત્રો અનુસાર પ્રીતમ સિંહ ડેરા સચ્ચાના નજીકના ગણાય છે. જાણકારી અનુસાર નેપાળના ધરાન-ઇટહરીમાં છુપાયેલ હોવાના સમાચાર સાર્વજનિક થયા બાદ તેને પ્રીતમ સિંહની આગેવાનીમાં બિરાટનગર શિફ્ટ કરવામાં આવી છે. બિરાટનગર નેપાળનું મોટું શહેર ચે અને ધરાન-ઇટહરી હાઈવ રોડથી 26 કિલોમીટર દૂર છે.
બિરાટનગરઃ રામ રહીમની રાજદાર હનીપ્રીત નેપાળમાં બિરાટનગરના એક પેટ્રોલ પંપ પર જોવા મળી છે. સમાચાર છે કે હનીપ્રીત બુરખામાં બિરાટનગરના પંજાબી પેટ્રોલના નામથી જાણીતા બિજયા ઓટો સર્વિસ સેન્ટરથી બહાર નીકળતી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -