હિંસા કરાવવા હનીપ્રીતે વહેંચ્યા હતા 1.25 કરોડ, બેઠકમાં કોણ કોણ રહ્યું હતું હાજર?
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે મંગળવારે રાત્રે આઈજી લેવલના અધિકારી હનીપ્રીત સાથે વાત કરતા હતા ત્યારે હનીપ્રીતે કહ્યું હતું કે, તમે આ રીતે મને ઘેરીને વાત કેવી રીતે કરી શકો. મને કોઈ ટચ પણ નહીં કરી શકે. ત્યારે એક અધિકારીએ કહ્યું હતું કે, અમે કઈ નહીં કરીએ, પણ એક મહિલા ઓફિસર તારી સાથે વાત કરશે, તારી પૂછપરછ પણ કરશે અને તને ટચ પણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાત્ર પોલીસને એટલુ જાણવા મળ્યું છેકે, તે જ્યારે દિલ્હી ગઈ ત્યારે તેની સાથે બે ગાડીઓ પણ હતી. પંજાબના જ અમુક લોકોએ તેની મદદ કરી હતી. ડેરા પ્રમુખના પરિવાર, ફિલ્મ અને અન્ય ખર્ચાઓનું પેમેન્ટ હનીપ્રીતના હાથેથી જ થતુ હતું. તેથી જ 39 દિવસ ફરાર રહ્યા પછી પણ તેને કોઈ પણ પ્રકારની આર્થિક તંગીનો સામનો નહતો કરવો પડ્યો.
ગુરુવારે સવારે પોલીસ હનીપ્રીત અને તેની સહયોગી સુખદીપને પંચકૂલા સેક્ટર 23માંથી કાઢીને સેક્ટર 20માં લઈ ગઈ હતી. ત્યારપછી તેમને બસથી બઠિંડા લઈ જવામાં આવ્યા હતા. અહીં હનીપ્રીતને જોવા માટે ઘણી ભીડ ભેગી થઈ હતી. મોડી સાંજે તે બધા પંચકૂલાપરત આવી ગયા હતા. જોકે આ દરમિયાન પોલીસને કોઈ ખાસ માહિતી મળી નહતી.
હરિયાણા પોલીસને હનીપ્રિતની વિરુદ્ધ જબરદસ્ત પુરાવા મળ્યાં છે. પોલીસ સુત્રોનો દાવો છે કે હનીપ્રિત ડેરામાં રામ રહીમ બાદ સૌથી વધુ તાકાતવાર હતી. રામ રહીમના પરિવારને ખર્ચાના પૈસા હનીપ્રિતના મારફતે જતા હતાં. જ્યાં એબીપી ન્યુઝના સુત્રોમાંથી જે Exclusive માહિતી મળી છે કે પંચકૂલા હિંસા મુદ્દા હનીપ્રિત આરોપી છે, તેણે હિંસાનો તખતો રામ રહીમ જેલ ગયા તે પહેલા જ ગોઠવી દીધો હતો.
એબીપી ન્યુઝના સુત્રોમાંથી જે Exclusive માહિતી મળી છે તે પ્રમાણે 25 ઓગસ્ટે પંચકૂલામાં જે હિંસા થઈ હતી તેની સ્ક્રિપ્ટ 17 ઓગસ્ટે સિરસાના ડેરા સચ્ચા સૌદાના એક રૂમમાં તૈયાર કરવામાં આવી હતી. 17 ઓગસ્ટે સિરસાના ડેરા સચ્ચા સૌદામાં એક બેઠક પણ થઈ હતી. બાબા રામ રહીમ, હનીપ્રીત, રામ રહીમનો પીએ રાકેશ અને સિક્યોરિટી ઈન્ચાર્જ પ્રીતમ સહિત ચાર લોકો સામેલ હતાં. પંચકૂલા હિંસા કેસમાં રામ રહીમ સિવાય ત્રણ આરોપી છે. બેઠકમાં બે સંભાવનાઓ પર ચર્ચા પણ થઈ હતી.
પંચકૂલા: ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીતની કહેવાતી દીકરી અને પંચકૂલામાં હિંસા ફેલાવાની આરોપી હનીપ્રીત ઈંસા હરિયાણા પોલીસની એસઆઈટીને પૂછપરછમાં સહયોગ કરતી નથી. જ્યારે બીજી બાજુ તે વિશે અમુક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, હનીપ્રીત જ ડેરાની બધી આર્થિક જવાબદારી સંભાળતી હતી. પંચકૂલામાં થયેલા રમખાણો વિશે 17 ઓગસ્ટની મીટિંગ પછી ચમકૌરને સવા કરોડ રૂપિયા આપીને તેણે જ મોકલ્યો હતો. હરિયાણા પોલીસ ગુરુવારે હનીપ્રીત અને તેની સહયોગી સુખદીપ કૌરને લઈને બઠિંડા પહોંચી હતી. અહીં અંદાજે સાડા ચાર કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે બંનેની મંગળવારે પંજાબમાંથી ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -