જો તમારા ફોનમાં પણ ઇન્સ્ટૉલ છે ફેસબુક એપ, તો આ સ્ટૉરી જરૂર વાંચી લો
ન્યૂયોર્કઃ ફેસબુક માટે મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લેતી, અમેરિકન અને બ્રિટનના ન્યૂઝપેપર્સમાં કેમ્બ્રિઝ એનાલિટિકા સ્કેન્ડલ પર માફી માગ્યા બાદ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ હવે એન્ડ્રોઇડ ગેજેટ્સમાંથી ફોન નંબર તથા ટેક્સ્ટ મેસેજ મેળવવાને લઇને સવાલોના ઘેરામાં આવી ગઇ છે. યૂઝર સિક્યૂરિટી મામલે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
વેબસાઇટ આરસ ટેકનિકના રિપોર્ટ અનુસાર, ફેસબુક દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા જોવા પર યૂઝર્સને ખબર પડી કે તેમાં તેના વર્ષો જુની કૉન્ટેન્ટ, ટેલિફૉન નંબર, કૉલનો સમય અને ટેક્સ્ટ મેસેજ છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ મુખ્ય સલાહકાર તથા કેમ્બ્રિઝ એનાલિટિકાના પૂર્વ અધ્યક્ષ સ્ટીવ બેનને સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુકના 'વ્યાપાર તંત્ર' પર નિશાન સાધતા કહ્યું કે, ફેસબુક લોકોની માહિતી-ડેટા વેચે છે.
ફેસબુકે કહ્યું કે, માહિતી સર્વરને સુરક્ષિત કરવા માટે અપલૉડ કરવામાં આવી અને આ માત્ર એવા યૂઝર્સની જ છે, જેઓએ આની મંજૂરી આપી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આ ડેટાને યૂઝર્સના મિત્રો અથવા કોઇ બહારના લોકોને ના વેચવામાં આવે કે ના કોઇની સાથે શેર કરવામાં આવે.
સમાચાર પત્ર 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ' દ્વારા આયોજિત એક સંમેલનમાં બેનને કહ્યું કે તે રાજકીય આંકડાનું વિશ્લેષણ કરવા વાળી કંપની (કેમ્બ્રિઝ એનાલિટિકા) દ્વારા ફેસબુકમાંથી લીધેલા આંકડા વિશે નથી જાણતા.
કંપનીએ કહ્યું કે, તેને ટેક્સ્ટ મેસેજ કે કૉલ સંબંધિત કોઇ સામગ્રી નથી કરી. પ્રવક્તાએ કહ્યું કે ફેસબુક મેસેન્જરમાં કૉન્ટેક્ટ્સની રેન્કિંગ માટે (જેથી તેની શોધવું આસાન બની જાય) અને કૉલ કરવાનું સજેસન આપવા માટે માહિતીઓનો ઉપયોગ કરવામાં આવ્યો.